આયુષમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત હિંમતનગર મેડીકલ કોલેજ  ખાતે  કાર્યક્રમ  યોજાયો

1757

ભારત સરકાર દ્વારા ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આયુષમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (ઁસ્-ત્નછરૂ) તા.૨૩ મી સપ્ટેમ્બર, ૨૦૧૮ ના રોજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાંચી, ઝારખંડ ખાતેથી સમગ્ર દેશમાં થનારા શુભારંભ અંતર્ગત આ દિવસે સાબરકાંઠામાં મેડીકલ કોલેજ ખાતે યોજાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આયુષમાન ભારત-પ્રધાનમંત્રી આરોગ્ય જન (ઁસ્-ત્નછરૂ) યોજના અંતર્ગત ગુજરાતના ૪૪ લાખથી વધુ પરિવારના ૨.૨૫ કરોડ નાગરિકોને સામાન્ય બિમારીથી માંડીને ગંભીર બિમારી સહિત તમામ પ્રકારની સારવાર-ઓપરેશન વગેરે ૧૦૦ ટકા સરકારી ખર્ચે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો માટેની પરિવાર દીઠ વાર્ષિક રૂા. ૫ લાખ સુધીની સારવાર સુવિધા ઉપલબ્ધ થશે. જેનો સબરકાંઠા જિલ્લાના  નાગરિકોને આ યોજનાનો લાભ મળશે.

આ કાર્યક્રમમાં સાબરકાંઠાના સંસદસભ્ય દિપસિંહ રાઠોડ,પ્રાંતિજના ધારાસભ્ય ગેજેન્દ્રસિંહ પરમાર, ઇડરના ધારાસભ્ય હિતુ કનોડીયા અને  જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે. અને જિલ્લા વિકાસ અધિકારી સ્તુતી ચારણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહયા હતા.

Previous articleઆયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો ગાંધીનગરમાં પ્રારંભ
Next articleસિંહના મોત ઇન્ફાઇટ અને ફેફસામાં સંક્રમણથી થયું છે