માલદીવમાં રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીમાં ભારત સમર્થક ઈબ્રાહિમ સોહિલનો વિજય

1067

માલદીવમાં થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. માલદિવિયન ડેમોક્રેટિક પાર્ટી (એમડીપી) ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ માલદીવના આગામી રાષ્ટ્રપતિ બનશે. રવિવારે થયેલા રાષ્ટ્રપતિ ચૂંટમીમાં તેમણે અત્યારના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનને હરાવ્યા છે. યૂંટણી આયોગ પ્રમાણે સોહિલને ૫૮.૩ ટકા વોટ મળ્યા છે. જીત પછી સોલિહે પોતાના પહેલા ભાષણમાં કહ્યું કે, આ ક્ષણ ખુસી અને ઉમ્મીદની છે. યામીને કોઇ પ્રતિક્રિયા આપી નથી. ઉલ્લેખનીય છે કે, માલદીવમાં રાષ્ટ્રપતિ ચૂંટમીની શરૂઆતનું પરિણામ ભારત માટે સારા સંકેત આપી રહ્યા છે. કારણ કે ઇબ્રાઇમ ભારત સાથેના મજબૂત સંબંધોના હિમાયતી રહ્યા છે.

પહેલા વિપક્ષને એવો ભય હતો કે રાષ્ટ્રપતિ યામીન અબ્દુલ ગયુનના પક્ષમાં ચૂંટણીમાં ગડબડી થઇ શકે છે. યામીનના પહેલા કાર્યક્રમમાં વિપક્ષી રાજનીતિક પાર્ટીઓ, અદાલતો અને મીડિયા ઉપર કડક કાર્યવાહી થઇ હતી. ગત ફેબ્રુઆરીમાં કટોકટી લાગુ કરીને બંધારણને સસ્પેન્ડ કરી અને યામીન સામે મહાભિયોગની કોશિશ કરી રહેલા સાંસદોને રોકવા માટે સૈનિકોને મોકલીને તત્કાલ રાષ્ટ્રપતિએ આંતરરાષ્ટ્રીય સમુદાયને ચિંતામાં મુક્યા હતા. અનેક સીનિયર જજો અને પ્રમુખ વિપક્ષી નેતાઓને જેલ ભેગા કર્યા હતા.

૫૪ વર્ષના સોહિલને ૨૬૨૦૦૦ હજાર વોટમાંથી ૧૩૩૮૦૮ વોટ મળ્યા જ્યારે યામીનને ૯૫,૫૨૬ વોટ મળ્યા. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ૮૮ ટકા મતદાન થયું. આ યૂંટણીમાં અન્ય કોઇ ઉમેદવાર ઊભા થયા નથી. કારણ કે તેમાથી અનેક ઉમેદવારો જેલમાં હતા. જોકે, કેટલાકને છોડવામાં આવ્યા હતા.

Previous articleજિનપિંગ પરેશાન : ચીનનું દેવુ વધી ૨૫૮૦ અબજ ડૉલરને પાર
Next articleટ્રીપલ તલાકમાં હલાલાનો પણ સમાવેશ કરવામાં આવેઃ મહિલા આયોગ