સરખેજ ગાંધીનગર હાઈવે છ માર્ગીય કરાશે : મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહર્ત

1607

રાજ્યના માર્ગ-મકાન વિભાગ અને કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન રાજમાર્ગ મંત્રાલય દ્વારા નિર્માણ થનારા સરખેજ-ગાંધીનગર-ચિલોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૧૪૭ના રૂ. ૮૪૭ કરોડના ખર્ચે છ માર્ગીયકરણના કામનો મુખ્યમંત્રીએ શિલાન્યાસ કર્યો હતો.

વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોના સમયમાં જે અન્યાયો અને વિકાસ વિરોધી માનસિકતાનો સામનો કર્યો તેનું બમણા વિકાસ કામોથી કેન્દ્રની નરેન્દ્રભાઇ મોદી સરકાર સાટું વાળી રહી છે. છેલ્લા ચાર વર્ષમાં કેન્દ્રની નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની સરકારે ગુજરાતને રૂ. ૩૦ હજાર કરોડના નેશનલ હાઇવે તથા રૂ. ૧પ હજાર કરોડના કોસ્ટલ હાઇવેની પરવાનગી આપીને વિકાસની ગતિ ઓર તેજ બનાવી છે.

મુખ્યમંત્રીએ ગુજરાતને યુ.પી.એ. સરકારે હંમેશા ઓરમાયા વર્તનથી વિકાસથી વંચિત રાખવાના કારસા કરેલાની વિગતો આપી હતી. આ છ માર્ગીકરણનો મહત્વાકાંક્ષી પ્રકલ્પ પૂર્ણ થતાં ટ્રાફિક જામની સમસ્યા નહિ રહે તથા ફલાય ઓવર અને રેલ્વે ઓવરબ્રીજ બનતાં ગુજરાત ફાટક મુકત ગુજરાત બનશે તેવો નિર્ધાર પણ તેમણે દર્શાવ્યો હતો.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, માર્ગ વિકાસ અને વિસ્તૃતિકરણ એ રાજ્યના વિકાસનું એક પ્રેરક પાસું છે. રાજ્ય સરકાર વિકાસની ગતિ વેગવાન બનાવવાની કટિબધ્ધતા સાથે આગળ વધી રહી છે. રાજ્યમાં માર્ગોની સુવિધા વધારીને લોકોના નાણાં-સમય બચાવવાનો ધ્યેય છે.

રાજ્યના ખેડૂતો માટે નર્મદાનું પાણી આપતી નર્મદા યોજના રાજ્યની જીવાદોરી છે પરંતુ કોંગ્રેસે આ યોજનાને અભેરાઇએ ચઢાવી દીધી હતી તેને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શાસન સંભાળ્યાના ૧૭ દિવસમાં જ મંજૂરી આપી તેના ફળ રાજ્યના લોકોને મળે છે.

આજે ૯૦ હજાર સ્ઝ્રહ્લ્‌ પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે તેનો લાભ રાજ્યના અબોલ જીવો-ખેડૂતો-નાગરિકોને થયો છે. આજ રીતે ઓખા બેટ ખાતે ભારત સરકાર દ્વારા સિગ્નેચર બ્રીજ રૂા. ૯૬ર કરોડના ખર્ચે બનવાનો છે. સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત-દક્ષિણ ગુજરાતને જોડતા અમદાવાદ-બામણબોર-રાજકોટ ઘોરીમાર્ગના છ માર્ગીકરણનં  કામ રૂા. ર૭૦૦ કરોડના ખર્ચે રાજ્ય સરકારે ઉપાડયું છે. આમ રાજકોટથી સરખેજ અને સરખેજથી ગાંધીનગર ચિલોડા સુધીનો માર્ગ છ માર્ગીય બની જશે.

અમદાવાદ-ગાંધીનગર લિંક સીટી તરીકે જોડાયેલું છે ત્યારે આ નૂતન માર્ગ ઉપર ટોલ ટેક્ષ ન લેવામાં આવે તેવી રાજ્ય સરકારની વિનંતીને માન્ય રાખીને ટોલ ટેક્ષ ફ્રી રોડની મંજૂરી આપી છે. આના બદલામાં રાજ્ય સરકાર ટોલની આવક જેટલી રકમ ચૂકવશે એમ તેમણે ઉમેર્યુ હતું.

૮૬૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ માર્ગની લંબાઇ ૪૪.૦૪ર કિ.મી. હશે જેમાં ચિલોડાથી વૈષ્ણોદેવી મંદિર સુધી હયાત ૪ લેન માર્ગનું છ માર્ગીકરણ કરી સંપૂર્ણ હાઇવેનું છ માર્ગીકરણ તથા બન્ને બાજુ ૭ મિટર પહોળો સર્વિસ રોડ હશે. ૭ ફલાય ઓવર, ૧ એલિવેટેડ કોરિડોર, ૧ વેહિકયુલર અન્ડર પાસ, ર રેલ્વે ઓવરબ્રિજ, ર પેડેસ્ટ્રીયન અન્ડરપાસ વગેરેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત મિડીયમ/ ડીવાઇડર આર.ઓ.ડબલ્યુ અને રોડ સાઇટની વધારાની જગામાં લેન્ડ સ્કેપિંગ-બ્યુટીફિકેશનનું પણ આયોજન છે. સાથે સાથે ટ્રાફિક અને અન્ય સુચનાઓના નિર્દેશન માટે વેરીએબલ મેસેજ સાઇન  આધારિત અત્યાધુનિક ટ્રાફિક મેનેજમેન્ટ, નોઇસ બેરિયરનું પણ આયોજન કરાશે.

Previous articleલોકસભા ચૂંટણી માટે ભાજપનો રોડમેપ જાહેર
Next articleટાઈપ-૧ ડાયાબીટીસ ધરાવતા જામનગરના યુવાનોએ ૧૩ હજાર ફુટની ઉંચાઈ સર કરી