ટાઈપ-૧ ડાયાબીટીસ ધરાવતા જામનગરના યુવાનોએ ૧૩ હજાર ફુટની ઉંચાઈ સર કરી

607

ટાઇપ ૧ ડાયાબિટીસ (ટી૧ડી) ધરાવતા ૨૬ યુવાન ભારતીયોએ હિમાલયમાં ૧૩,૦૦૦ ફુટ ઉફર ચંદ્રખાની પાસ ઉપર પહોંચીને સાબિત કર્યું છે કે આ બિમારીથી પીડાતા કોઇપણ વ્યક્તિ અશક્ય લાગતા પડકારોને ઉપર પણ વિજય હાંસલ કરી શકે છે. ગત વર્ષે મહારાષ્ટ્રમાં (૫૪૦૦ ફુટ ઉપર) સફળતાપૂર્વક ટી૧ડી ચેલેન્જના આયોજન સાથે સનોફી ઇન્ડિયા અને ડાયાબિટીસ ઇન્ડિયાએ આ વર્ષે બીજી ટી૧ડી ચેલેન્જ ૨૦૧૮ – વનઅપ ટ્રેક સાથે વધુ મોટા પડકારને પાર પાડવાની પહેલ કરી હતી.

ભારતના ૧૬ શહેરોમાંથી ૧૫થી૩૦ વર્ષની ઉંમરના ટાઇપ ૧ ડાયાબિટીસ ધરાવતા યુવાન ટ્રેકર્સે આ ચેલેન્જમાં ભાગ લીધો હતો અને તેમણે બિમારી વિશેની ગેરમાન્યતાઓને દૂર કરી હતી.

સનોફી ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર એન. રાજાપામે જણાવ્યું હતું કે, “દક્ષિણ-પૂર્વ એશિયામાં ટાઇપ ૧ ડાયાબિટીસ ધરાવતા સૌથી વધુ બાળકોની સંખ્યા ભારતમાં છે અને દર વર્ષે આ સંખ્યામાં ૩થી૫ ટકાનો વધારો થઇ રહ્યો છે. સનોફી ઇન્ડિયાએ ટાઇપ ૧ ડાયાબિટીસ ધરાવતા બાળકોને સશક્ત બનાવવા માટે વનઅપ ટ્રેકની પહેલ કરી છે અને તેમને પોતાની ક્ષમતાઓ વિસ્તારવા માટે પ્રોત્સાહન આપ્યું છે. અમને આ ઉત્સાહિત યુવાનો ઉપર ગર્વ છે કે જેમણે અસાધારણ હિંમત દર્શાવવાની સાથે-સાથે ટ્રેક દરમિયાન પોતાના ડાયાબિટીસને મેનેજ કરવામાં અદ્‌ભુત શિસ્ત અને જવાબદારીનું પ્રદર્શન કર્યું છે.”

ડાયાબિટીસ ઇન્ડિયાના ડાયાબિટોલોજીસ્ટ અને એક્ઝિક્યુટિવ સેક્રેટરી ડો. બંસી સાબૂએ જણાવ્યું હતું કે, “દેશના વિવિધ પ્રદેશો અને પૃષ્ઠભૂમિમાંથી આવતા આ ૨૬ યુવાન ટ્રેકર્સએ ભેગા થઇને સાબિત કર્યું છે કે કંઇપણ અશક્ય નથી. પડકારજનક પરિસ્થિતિઓમાં તેમની હિંમત અને પ્રતિબદ્ધતા પ્રશંસાને પાત્ર છે તથા આ બિમારી ધરાવતા અન્ય લોકો માટે તેઓ પ્રેરણા છે. આ ટ્રેક એ હકીકતને દર્શાવે છે કે યોગ્ય જાગૃતિ, તૈયારી અને પ્રોત્સાહનથી ટાઇપ ૧ ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિઓ પડકારોને પાર પાડી શકે છે. શિસ્ત સૌથી મહત્વપૂર્ણ છે.

Previous articleસરખેજ ગાંધીનગર હાઈવે છ માર્ગીય કરાશે : મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહર્ત
Next articleહું ભાજપમાં જોડાવાનો નથી, તમામ વાતો માત્ર અફવાઓ છેઃ અલ્પેશ ઠાકોર