વટામણ – ધોલેરા હાઈવે પર ટેન્કર અને એસટીનો અકસ્માત : ૧નું મોત, ૧૩ ઘાયલ

862

ગતરાત્રીના સુમારે ધોલેરા હાઈવે પરના અક્ષર પેટ્રોલપંપ પાસે ટેનકર ચાલકે રોંગ સાઈડ જઈ એસ.ટી. બસ સાથે ટેનકર અથડાવતા અકસ્માત સર્જાવા પામ્યો હતો. જેમાં ટેન્કર ચાલડ ગંભીર રીતે ઘવાતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજયું હતું. જયારે અન્ય ૧૩ એસ.ટી.ના મુસફારો ઈજાગ્રસ્ત થવા પામેલ.

અકસ્માત ઘટનાની જાણ થતા ધોલેરા, ધંધુકા અને ફેદરા ૧૦૮ની મઈરજન્સી સેવાઓ ઘટના સ્થળે દોડી જઈ ઈજાગ્રસ્તોને સારવાર સહ ધંધુકાની આર.એમ.એસ. હોસ્પિટલે ખસેડી વધુ સારવાર અપાવી હતી.  તો ઘટનાની ગંભીરતાએ ધોલેરા પી.એસ.આઈ. રીના રાઠોડ પણ પોલીસ સ્ટાફ સાથે દોડી ગયા હતાં અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં મદદરૂપ થયા હતાં.

અકસ્માત સર્જનાર ટેન્કર નં. જી.જે.૧ એફ.ટી. ર૮૭પનો ચાલક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ કેબિનમાં ફસાયેલો હતો. જયા તેણે દમ તોડ્યો હતો. અકસ્માત સર્જનાર ચાલક રમણભાઈ પરમાર (ઉ.વ.૪૦) રહે.સામરખા તા. જિ. આણંદની વિરૂધ્ધ ફરિયાદી ઈકબાલભાઈ અબ્દુલભાઈ ડેરૈયા (રહે. ચાંદનીચોક ઘાંચી જમાત પાસે, તા.જી.અમરેલી)નાએ ધોલેરા પો.સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.  ધોલેરા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ટેન્કર ચાલકે સામેથી આવતી ગુજરાત એસ.ટી. નં.જી.જે. ઝેડ ૩ર૦૯ સાથે રોંગ સાઈડે ટેન્કર અથડાવી ગુનો કરી મરણ ગયેલ છે. જે અંગે ધોલેરા પોલીસે ગુનો નોંધેલ છે.

Previous articleભરવાડ યુવા સંગઠન દ્વારા વાહન વિતરણ
Next articleવિદ્યાર્થીનીઓને વિનામુલ્યે સેનેટરી પેડ વિતરણનો કાર્યક્રમ યોજાયો