સ્વાઇન ફ્લુ વકર્યો : શહેરમાં વધુ એક સાથે બે પોઝીટીવ કેસ નોંધાયા

893

જિલ્લાના ગ્રામિણ વિસ્તારમાં હાહાકાર મચાવ્યાં બાદ હવે સ્વાઇન ફ્લુએ શહેરમાં માથુ ઊંચક્યુ છે. શહેરમાં બીજો કેસ નોંધાતાં આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયુ છે. છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા સ્વાઇન ફલુંના બે કેસમાં એક સેકટર-૨ના રહીશ છે અને બીજા કેસમાં કલોલ તાલુકાના મોટી ભોયણની મહિલા પાટનગર સિવિલમાં સારવાર હેઠળ છે.

જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સ્વાઇન ફ્લના વધુ બે કેસ નોંધાયા છે. શહેરમાં સેકટર-૩ના એક આધેડ સ્વાઇન ફ્લુમાં સપડાયા બાદ હવે સેકટર-૨ની એક ૫૮ વર્ષીય મહિલા સપડાઇ છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કલોલ તાલુકાના ભોટી ભોયણની ૪૬ વર્ષીય મહિલાનો પણ આજે સ્વાઇન ફ્લુનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો. જિલ્લામાં ૨૪ કલાકમાં સ્વાઇન ફ્લુના કેસમાં બેનો વધારો થતાં સિઝનનો આંકડો ૧૭એ પહોંચ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે સ્વાઇન ફ્લુના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે તેને જોતાં આગામી સમયમાં સ્થિતી વધુ વકરવાની શક્યાતાઓ સેવાઇ રહી છે.

ગાંધીનગર જિલ્લામાં વાતાવરણમાં થઇ રહેલા ફેરફારો વચ્ચે બિમારીઓ વધી રહી છે. ત્યારે કલોલ તાલુકાનાં મોટી ભોયણનાં મહિલા સ્વાઇન ફ્લુમાં સપડાતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જયારે માણસા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી મળીને ડેન્ગ્યુનાં ૩ કેસો મળી આવ્યા છે. જે ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ સ્થિતી સારી નથી. આયુષ્માન ભારતનાં પ્રારંભે જિલ્લામાં બિમારીઓનો પ્રારંભ થઇ રહ્યો છે.  જિલ્લા આરોગ્ય વિભાગનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર ગ્રામ્ય વિસ્તારોમાંથી સ્વાઇન ફ્લુનાં કેસો મળવાનું શરૂ થયા બાદ શંકાસ્પદ દર્દીઓની પુરી તપાસ કરવાનો સરકારી તથા ખાનગી તબીબોને આદેશ આપી દેવાયો છે. જેના કારણે સ્વાઇન ફ્લુનાં પ્રાથમિક સ્ટેજમાં જ સારવાર મળી જાય. ત્યારે કલોલ તાલુકાનાં મોટી ભોયણનાં મહિલાને તાવ આવ્યા બાદ બિમારીનાં લક્ષણો જોતા ટેસ્ટીંગ કરાવવામાં આવતા સ્વાઇન ફ્લુ પોઝીટીવ આવ્યો હતો અને હાલ સારવાર હેઠળ છે. જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લુનાં ૧૪ કેસો મળી ચુક્યા છે. જયારે ગાંધીનગર શહેરમાંથી એક મળ્યો છે. જયારે બીજી તરફ ફરી વરસાદનાં પગલે વાતાવરણમાં ભેજ વધતા મચ્છરોનો ઉપદ્વવ વધી રહ્યો છે. ત્યારે માણસા શહેરની ૨૧ વર્ષિય યુવતી, લોકરોડાનાં ૨૦ વર્ષિય યુવાન તથા લોદરાનાં ૧૮ વર્ષિય યુવાનને ડેન્ગ્યુ પોઝીટીવ આવતા મેલેરીયા તંત્ર દ્વારા આ વિસ્તારમાં બ્રિડીંગ શોધવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે.

Previous articleવરસાદને કારણે જિલ્લામાં ડાંગરના પાકને  ભારે નુકસાન
Next articleમેયરના ગેરકાયદે બાંધકામને તોડીને સમાન કામગીરી નો દાખલો બેસાડો : પ્રજાનો આક્રોષ