૨૦૧૯નું ગુજ્જુ મતદાન : જ્ઞાતિ જાતિ કે સફળતા નિષ્ફળતાના આધારે

1268

ગુજરાત દેશના વિકસિત રાજ્યો પૈકીનું અગ્રેસર રાજ્ય તો છે  પણ તે લગભગ ધીમે ધીમે શિરોમોર બની ગયુ છે એક સમયે મહારાષ્ટ્ર કે દિલ્હી જેવા રાજ્યોમાં હવે તેના બળકટ હરીફ હોય તેવા નથી આર્થિક, સામાજિક મોરચ્ચે તેની હરણફાળ માટે અનેક કારણો આપી શકાય તો પણ તેની જન માનસની મનો સ્થિતી બિહાર યુપીથી આગળ હોય તેવુ જણાતુ નથી.

સને ૨૦૧૯ના મધ્યાંતરે લોકસભાની ચૂંટણી યોજવાની છે રાષ્ટ્રની ૫૪૩ બેઠકોમાંથી માત્ર ૨૯ બેઠકો ગુજરાતના ફાળે આવે છે એટલે કે તે કુલ બેઠકો પૈકીની પાંચ ટકાથી પણ ઓછી માત્રામાં છે તેથી તેનુ એટલુ મહત્વ નથી તો પણ ક્યારેક બહુમતી સુધી પહોચવામાં બે પાંચ બેઠકોની આવશ્યકતા રહે તો નાનો તોય રાયનો દાણો ગણીને તેને નિગ્લેટ કરી શકાય નહી તેથી બંને મુખ્ય પક્ષોના મેનેજરો ટીકીટો સમીકરણો વગેરેમાં ઘણા સમયથી લાગી ગયા છે કોણ ઈન થાય તો કોને આઉટ કરી શકાય તેના સમીકરણોની શક્યતાઓ તપાસવામાં ભાજપના સુબાઓ ભાગ્યે જ ખાગ ખાતા હોય તેવુ અનુભવવા મળે છે.

ગુજરાતની વોટીંગ પેર્ટન હંમેશા બે રિતે અલગ પડે છે ગ્રામિણ અને શહેરી મતદાનતાઓની મનોસ્થિતી અલગ અલગ જોવા મળે છે. ગ્રામ જગત ખેતી નાના ઉદ્યોગો વગેરે પર આધારિત છે. ખેડુતો ગ્રામ કારિગરો, ખેત મજુરોનો એક વર્ગ આ મતદાતા છે જ્યારે શેહરી વિસ્તાર વેપાર વાણીજ્ય મોટા ઉદ્યોગોથી નિર્ભર છે. ત્યાં વિવિધતાપૂર્ણ મતદાતાઆની હાજરી છે તેથી ત્યાં મતદાન કરનારાનો અભિગમ કે દ્રષ્ટિકોણ કરનારાનો અભિગમ કે દ્રષ્ટિકોેણ પણ એવો જ રહેતો હોય છે.

મોદી લહેરે ૨૦૧૪માં ૨૬માંથી ૨૬ બેઠકો અપાવીને તેને ફુલ્લી પાસ કરેલા પરંતુ તેના દિલ્હી ગમને ગુજરાતમાં અવનવા તરંગો પેદા કર્યા પછીની સ્થિતી અલગ છે ૨૦૧૫થી પાટીદાર અનામત આંદોલનનો આરંભ થયો અને તેમા એક પાટીદાર મુખ્યમંત્રી આનંદીબેનની વિદાય પણ થઈ જો કે ગુજરાતમાં અનામત આંદોલનોની આ વખતની પેટર્ન જરા અલગ હતી અગાઉના આંદોલનો અનામતના વિરોધમાં થયેલા જ્યારે આ વખતે કોઈ એક જ્ઞાતિ અનામતની માંગ સાથે રસ્તા પર ઉતરી આવી જો કે આવા આંદોલનો કોઈને કોઈ સહેતુક પેદા કરવામાં આવે છે મરાઠા, ગુર્જર કે જાટના આંદોલનો ત્યાંથી સતા માટેની લડાઈ જ ગણવી રહી ગુજરાતનો ગ્રામ પ્રદેશ પાટીદારોથી પ્રભાવિત હોય શકે પણ ભરપૂર નથી અહિની ૪૯ ટકા ઓ.બી.સી. વસ્તીને અવગણી શકાય નહી કોંગ્રેસ પાસે વર્ષોથી ઓબીસી હરીજન, મુસ્લીમની વોટબેંક હતી. તેથી તેને મહાત કરવા અઘરા હતા સને ૨૦૦૭, ૨૦૧૨ બંને વિધાનસભા ચૂંટણીઓમાં મોદી વર્સીસ સૌરાષ્ટ્રના પાટીદારોનો જંગ હતો પણ તેમા મોદીને હરાવી શકાયા નહી ૨૦૧૭માં આ વિરોધ વધ્યો અને સમગ્ર ગુજરાતમાં ફેલાયો તો પણ ભાજપને સત્તાધી દુર રાખી શકાયુ નહી આજે પણ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાટીદાર મતો ભાજપની વિરૂદ્ધ જવાની શક્યતાઓ જોવાઈ રહી છે છતાં કેટલાક સમીકરણોના મતે ભાજપને કોઈ ખાસ મોટુ નુકશાન થવાનું નથી કારણ કે કોંગ્રેસની ભૂમિકા બહુમત ઓબીસી વર્ગના પસંદ પડી નથી જે રીતે અનામત આંદોલનના પ્રયોજક હાર્દિક પટેલને ટેકો આપવામાં આવ્યો અને તેને પરોક્ષ રીતે મદદ કરવામાં આવી તેનાથી ઓ.બી.સી. નારાજગી કોંગ્રેસ માટે વધતી જણાઈ છે. કોળી તથા અન્ય જ્ઞાતિઓના સમુહ ભાજપ તરફ વધુ આકર્ષાતો દેખાય છે તેથી કોંગ્રેસને તેનાતી લાભ ઓછો પણ નુકશાન વધુ સહન કરવાનું આવે તો આશ્ચર્યજનક નહી હોય તેનો સીધો અર્થ એ થાય કે અહી વોટીંગ પેટર્ન મોદીના કાર્યો કે ભાજપની નીતી રીતીના આધારે રહી પણ કઈ જ્ઞાતિકોના સમર્થનમાં છે તેના આધારે મતદાન થશે ખેડુતોનું દેવુ માફ ન થયુ ગરીબોને ખાસ કોઈ લાભ નથયો મધ્યમવર્ગ મોંઘવારીમાં દબાયો આ બદા મુદ્દા ક્યાક કોરાણે મુકાય જાય અને માત્ર જ્ઞાતિ ગત મુદ્દો હાવી બની રહ્યાની પુરી શકાયતા દેખાય છે તેથી ગામડુ આ મુદ્દામાં વિભાજીત દેખાય રહ્યુ છે. આવતા દિવસોમાં કોઈ નવીનત્તમ ફેરફારો ન આવે તો !!  શહેરી મતો સરકારી ખાસ લાભાલાભ માટે પડતા નથી ત્યાં કાયદો વ્યવસ્થા અને વેપાર વાણીજ્યની સલામતીના મુદ્દાઓ કારગત નીવડે છે પરંતુ અઇા વરસે વધેલી મોંઘવારીએ સામાન્ય મધ્યમવર્ગને ખૂબ સતાવ્યા છે તેથી ૨૫-૩૦ ટકા મતદારો નકારાત્મક રીતે સરકાર વિરોધ હવામાં ઓગળી રહ્યા છે. પરંતુ ત્યાં આવી હવા બહુમત સુધી પહોચી શકવાથી શક્યતા દેખાતી નથી ત્યાંથી ૪૦ ટકા મતદારોને જાતિવાદી માનસિકતામાં જોડવામાં આવે છે હિંદુવાદનો પ્રસાર પ્રચાર અને મુસ્લીમોનો ભય બતાવવામાં ભાજપ સફળ છે તેથી એવો માહોલ ક્રિએટ કરવા ઘણીવાર નાના મોટા કાર્યક્રમો કે અખાડાને મહત્વ આપીને એ મુદ્દાને હાવી બનાવી દેવાય છે.

મોદી સરકાર પાંચ વરસમાં તેણે બતાવેલ દિવા સ્વપ્નોને મૂર્ત કરી શકી નથી તેથી તેને જોનારા મોહ ભંગ થાય જ તો પણ કોંગ્રેસ પાસે યુક્તિ પ્રયુક્તિને સતત અભાવ દેખાઈ રહ્યો છે. ક્યાંક મતદાતા પણ નિરાશાવાદને બાજપના શરણે જાય છે. કોંગ્રેસ આવી અનેક તકો ગુમાવી છે તેથી શહેરી વિસ્તારમાં તેનો પ્રભાવ નહીવત રહેવાથી સંભાવના જોવાઈ રહી છે.

સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ૨૦૧૯માં કોંગ્રેસ બેઠકો મેળવવા સફળ થસે તેના અસંગઠિત કાર્યકર્તાઓ કેટલાક વર્ગની અવહેલના તેના રથને આગળ વધતો અટકાવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

– તખુભાઈ સાંડસુર

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleકેન્સર, ભયંકર રોગથી બચવા માટેના ઉપાયો