સિંધુનગરમાંથી સેકંડો દબાણો હટાવતું તંત્ર

0
943

શહેરના સિંધુનગર વિસ્તારમાં આવેલ સ્મશાન પાસે વર્ષોથી ખડકાયેલ દબાણોને આખરે તંત્રએ  પોલીસ બંદોબસ્ત સાથે રાખી દુર કર્યા છે.

ભાવનગર મહાપાલિકાની માલિકીની લાખો- કરોડો રૂપિયાની જમીનો પર ઘણા વર્ષોથી લેભાગુ આસામીઓ દ્વારા ગેરકાયદે કબ્જો  વાળી અંગત અર્થો ઉપાર્જન તથા રહેણાંક માટે ઉપયોગ કરી રહ્યા છે. પરિણામે તંત્રની આર્થિક નુકશાની સાથે જાહેર માર્ગો પણ બંધ કર્યા હોય વાહન ચાલકો રાહદારીઓને ભારે મુશ્કેલીઓ સાથે યોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થતી ન હતી. દબાણો દુર કરવા માટે દેશની સર્વોચ્ચ અદાલતે આદેશો કર્યા બાદ ભાવનગર મહાપાલિકા દ્વારા છેલ્લા કેટલાંક સમયથી ઘનિષ્ટ દબાણ હટાવ અભિયાન હાથ ધર્યુ હોય અત્યાર સુધીમાં સેકડો મિટર જમીન શહેરના વિવિધ વીસ્તારોમાંથી દબાણ મુક્ત કરી કરોડ સહિતની સુવિધાઓનું નિર્માણ કર્યું છે. તંત્રનું આ મેગા ઓપરેશન આજે પણ શરૂ છે. જેમાં શહેરના સિધુનગર વિસ્તારમાં આવેલ મોક્ષ મંદીર વાળા રોડ પર કેટલાક માથા ભારે આસામીઓ દ્વારા સરકારી જમીન પર કાચાઅપાકા મકાનો તથા  વ્વયસાયી એકમોનું નિર્માણ કરી કિંમતી જમીન પચાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. આ ઉપરાંત આ સ્થળેથી પોતાના દબાણો દુર ન થાય તે માટે અવાર-નવાર રાજકિય વગ તથા કોર્ટમાંથી સ્ટે લાવી તંત્રની કામગીરીમાં વિલંબ સાથે  વિઘ્ન નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.  પરંતુ તંત્ર વાહકોને કોર્ટ તથા રાજય સરકાર દ્વારા મળેલ સ્પષ્ટ આદેશને પગલે શહેરના સિંધુનગર વિસ્તારમાં અનઈચ્છનીય બનાવ ટાળવા તથા દબાણકર્તાઓ ઘર્ષણમાં ન ઉતરે તે હેતુસર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે સવારથી જ તંત્રએ મેગા ડીમોલેશન હાથ ધર્યુ હતું. અને બપોર સુધીમાં નાના-મોટા તમામ દબાણો ધ્વસ્ત કરી લાખોની કિંમતની જમીન તથા રોડ દબાણ મુક્ત કર્યા હતાં. હજુ આગામી દિવસોમાં પણ દબાણ હટાવ કામગીરી શરૂ રહેશે તેવો સંકેત અધિકારી ગણએ આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here