સુપ્રિમનો ઐતિહાસિક ચુકાદો : હવે કોર્ટની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ થશે

955

સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની કાર્યવાહીની લાઈવ સ્ટ્રીમિંગની માગની અરજી પર સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. મુખ્ય જજ દીપક મિશ્રા, જસ્ટિસ એએમ ખાનવિલ્કર અને ડીવાઈ ચંદ્રચૂડની બેન્ચે પોતાનો ચુકાદો આપતા કહ્યુ કે સુપ્રીમ કોર્ટમાં મોટા કેસોનું લાઈવ સ્ટ્રીમિંગ કરી શકાશે. કોર્ટે કહ્યું કે આ જનહિતમાં જારી છે. આનાથી પારદર્શિતા આવશે.અગાઉ કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કોર્ટની કાર્યવાહીના લાઈવ પ્રસારણના દિશા-નિર્દેશો પર પોતાના સૂચનો કોર્ટમાં આપ્યા હતા.

એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કોર્ટને જણાવ્યુ હતુ કે લાઈવ પ્રસારણનો પાયલટ પ્રોજેક્ટ સૌથી પહેલા દેશના મુખ્ય જજની કોર્ટમાં શરૂ કરી શકાય છે. વેણુગોપાલે એ પણ જણાવ્યુ કે જીવંત પ્રસારણ ૭૦ મિનિટના અંતરે પણ કરી શકાય છે. જેથી જજને રાષ્ટ્રીય સુરક્ષા અથવા વ્યક્તિગત અંગત કેસોમાં વકીલનું ગેરવર્તન અથવા કોઈ સંવેદનશીલ કેસોમાં પ્રસારણ દરમિયાન અવાજને બંધ કરી શકાય. કોર્ટ પરિસરમાં આની માટે અલગથી મીડિયા રૂમ બનાવવામાં આવશે. જેનાથી કોર્ટમાં ભીડ ઓછી થશે તેમજ દિવ્યાંગોને પણ લાભ થશે. જો કે કોર્ટે આરક્ષણ અને અયોધ્યા જેવાં સંવેદનશીલ મામલાની સુનાવણી દરમિયાન લાઈવ સ્ટ્રીમિંગની મંજૂરી નથી આપી.

આ ચુકાદો સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજની બેંચે બુધવારે સંભળાવ્યો છે. બેંચમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ ખાનવિલકર અને જસ્ટિસ ડીવાઈ ચંદ્રચુડ સામેલ હતા.

૨૪ ઓગસ્ટે રાષ્ટ્રીય મહત્વના મામલે અદાલતની કાર્યવાહીની લાઈવ સ્ટ્રીમિંગને લઈને સુપ્રીમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટે કહ્યું કે લાઈવ સ્ટ્રીમિંગથી પારદર્શિતા વધશે અને આ ઓપન કોર્ટનો યોગ્ય સિદ્ધાંત હશે. જસ્ટિસ ડીવાઈ ચંદ્રચુડે કહ્યું કે અમે ઓપન કોર્ટને લાગુ કરી રહ્યાં છીએ. આ ટેકનિકલના કારણે છે. આપણે પોઝીટિવ વિચારવું પડશે અને જોવું પડશે કે વિશ્વ ક્યાં જઈ રહ્યું છે. કોર્ટમાં જે સુનાવણી થાય છે તેને વેબસાઈટ થોડાંક સમય પછી જણાવે છે. જેમાં કોર્ટની ટીપ્પણી પણ હોય છે. સ્પષ્ટ છે કે ટેકનિક ઉપલબ્ધ છે અને આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ.

Previous articleપંજાબ પોલીસની ક્રૂરતાઃ મહિલાને જીપ પર બાંધીને શહેરમાં ફેરવી
Next articleવિમાનમાં શ્વાસ લેવામાં તકલીફ પડતા ૧૧ મહિનાનાં બાળકનું મોત