લોકોની નારાજગી વચ્ચે ફરી પેટ્રોલ-ડીઝલની કિંમતો વધી

1139

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારાનો દોર જારી રહ્યો છે. ભાવ વધારાને લઇને ભારત બંધનુ એલાન આપવામાં આવી ચુક્યુ છે અને સામાન્ય લોકોમાં દેશમાં નારાજગી છે છતાં ભાવ વધારાનો દોર જારી રહ્યો છે.

દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. ૨૨ પૈસાના વધારાની સાથે પેટ્રોલની કિંમત ૯૦.૬૩ રૂપિયા થઇ ગઇ છે. જ્યારે ૧૯ પૈસાના વધારાની સાથે ડીઝલની કિંમત ૭૯.૦૬ થઇ ગઇ છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત હવે ૮૩.૨૨ થઇ ગઇ છે. આવી જ રીતે ડીઝલની કંમત ૭૪.૪૨ થઇ ગઇ છે. કિંમતોમાં અવિરત વધારાનો દોર જારી રહ્યો છે. લોકોની હાલત વધારે ખરાબ થ રહી છે.

મોદી સરકારની સામે લોકો નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે. જો કે સરકાર હાલમાં કોઇ પણ પ્રયાસ ભાવને નીચે લાવવા માટે કરી રહી નથી. જે તેને ચૂંટણી વેળા નુકસાન કરી શકે છે.ભારત દ્વારા તેની ક્રૂડ ઓઇલ પૈકીની ૮૦ ટકાની આયાત કરે છે. હાલમાં ક્રૂડની કિંમત વધતા અને ડોલરની સરખામણીમાં રૂપિયામાં ઘટાડો થતાં કંપનીઓ માટે ક્રૂડની આયાત મોંઘી થઇ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાના કારણે તમામ રાજ્યો પર દબાણ આવી રહ્યુ છે. આ દબાણ વચ્ચે કેટલાક રાજ્યો વેટમાં ઘટાડા કરી ચુક્યા છે. જેમાં રાજસ્થાન અને આંધ્રપ્રદેશ બાદ હવે પશ્ચિમ બંગાળમાં વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી આ ત્રેણય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે.  ભાવ વધારાને લઇને સરકારની ચારેબાજુ વ્યાપક ટિકા હાલમાં થઇ રહી છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleતારીક અનવરે એનસીપી સાથે સંબંધોને તોડ્યા : પાર્ટીને ફટકો