ભારત એશિયા કપમાં ચેમ્પિયન

952

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી એશિયા કપની ફાઈનલ મેચમાં શુક્રવારે ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતાં મજબૂત શરૂઆત કરી હતી, પરંતુ પાછળથી તેની ટીમ વધુ રન બનાવી શકી ન હતી. બાંગ્લાદેશની સમગ્ર ટીમ 48.3 ઓવરમાં 222 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે 50 ઓવરમાં વિજય માટે જરૂરી 223 રન 50 ઓવરમાં બનાવીને એશિયા કપ જીતી લીધો હતો. ભારતીય ટીમ આ 7મી વખત એશિયા કપ જીતી છે.  ટીમ ઈન્ડિયા અત્યાર સુધી 10 વખત એશિયા કપની ફાઈનલમાં પહોંચી છે, જેમાંથી તેનો 7 વખત વિજય થયો છે.

અત્યંત રોમાંચક રહેલી એવી ફાઈનલમાં બાંગ્લાદેશની ટીમે ભારતને જોરદાર ટક્કર આપી હતી. ભારતીય ટીમને અંત સુધી વિજય માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. છેલ્લી ઓવરમાં તો ભારત માટે 6 બોલમાં 6 રનનો ટાર્ગેટ આવી ગયો હતો. જોકે, કેદાર જાધવ અને કુલદીપ યાદવે અત્યંત સમજદારીપૂર્વકની બેટિંગ કરીને ભારતને વિજય અપાવ્યો હતો.

પ્રથમ બેટિંગ કરતાં બાંગ્લાદેશે મજબૂત શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટની ભાગીદારીમાં બાંગ્લાદેશે 120 રન બનાવી લીધા હતા. જોકે ત્યાર બાદ બાંગ્લાદેશના બેટ્સમેન એક પછી એક ભારતીય બોલરોનો શિકાર બનતા ગયા છે. બાંગ્લાદેશની સમગ્ર ટીમ 48.3 ઓવરમાં 222 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશના 3 ખેલાડી જ ડબલ ફિગરનો આંકડો પાર કરી શક્યા હતા, બાકીના સાત ખેલાડી સિંગલ ફિગરમાં જ આઉટ થઈ ગયા હતા. બાંગ્લાદેશ માટે ઓપનર લિટન દાસ ઉપરાંત મેંહદી હસને 32 અને સૌમ્ય સરકારે 33 રન બનાવ્યા હતા.

ભારત તરફથી કુલદીપ યાદવ સૌથી સફળ બોલર રહ્યો હતો, જેણે 3 વિકેટ ઝડપી હતી. કેદાર જાધવે 2 અને યુજવેન્દ્ર ચહલ તથા બુમરાહે 1-1 વિકેટ લીધી હતી. ધોનીએ બે સ્ટમ્પ આઉટ કર્યા હતા.

આ અગાઉ ઓપનિંગમાં આવેલો શિખર ધવન ટીમના 35ના સ્કોરે થઈ ગયો હતો. શિખરે 14 બોલમાં 15 રન બનાવ્યા હતા. ત્યાર બાદ રમવા આવેલો અંબાતી રાયડુ પણ વધુ રન બનાવી શક્યો નહીં અને માત્ર 2 રને આઉટ થઈ ગયો હતો. કેપ્ટન રોહિત શર્મા 55 બોલમાં 48 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.ભારતની ચોથી વિકેટ દિનેશ કાર્તિકના સ્વરૂપમાં પડી હતી, જે 37 રને મોહમ્દુલ્લાહનો શિકાર બન્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની 67 બોલમાં 36 રન બનાવીને કેચ આઉટ થઈ ગયો છે. રવિન્દ્ર જાડેજા સુંદર 23 રનની સુંદર ઈનિંગ્સ રમીને આઉટ થયો હતો. ભુવનેશ્વર કુમારે રવિન્દ્ર જાડેજા સાથે સુંદર ભાગીદારી કરીને ભારતીય ટીમ માટે વિજયનો સુંદર પાયો નાખ્યો હતો. કેદાર જાધવે અણનમ 23 અને કુલદીપ યાદવે અણનમ 5 રન બનાવ્યા હતા.

બાંગ્લાદેશ તરફથી મુસ્તફિઝુર રહેમાન અને રોબેલ હુસેને 2-2 વિકેટ લીધી હતી. નઝમુલ ઈસ્લામ અને મશરફે મુર્તઝાને 1-1 વિકેટ મળી હતી.

Previous articleયુદ્ધની ધમકી આપનારા પાકિસ્તાને મારી પલટી
Next articleઆ ખેલાડીએ 49 બેટ્સમેનોને કરાવ્યા રન આઉટ