ગુસ્તાખી માફ

1228

ગાંધી-સરદારના નામે માર્કેટીંગનો વાધો ન હોય પરંતુ છેવાડાના – નાના માણસને માટે તે કામ કરતાં હતા

પોતાના આંધળા પ્રચાર માટે સામાન્ય માનવીનો વિચાર પડતો ન મુકી શકાય કેટલાક ધર્મ બજાવવાના હોય જેમાં ધારાસભ્યોનો પગાર વધારી નાખવો, ૧પ૦ કરોડના ખર્ચે અદ્યતન પ્લેન ખરીદવુ કે ગાંધી-સરદારના નામે પોતાનું માર્કેટીંગ કરવું કેટલું યોગ્ય ગણાય!!

એક વ્યક્તિની પાસે પહેરવા કપડા નથી જોઈને ગાંધીજીએ આજીવન પોતની પહેરી હતી કે પછી સરદાર પાસે છેલ્લે સુધી બેંક બેલેન્સમાં પાઈ પણ ન હતી. તેમના ચારિત્ર્યનું પાલન કર્યા વગર વોટ માટે માર્કેટીંગ કરવું જરાય યોગ્ય ન ગણાય.

સ્વચ્છતા અને ઓડીએફના આંકડા ભેગા કરવાથી કે પછી ગાંધીજીના નામે ૧પ૦ મી જન્મ જયંતિના નામે ર૦૧૯ ના ઈલેકશનની વેતરણી પાર પાડવાના હેતુસર ઉપયોગ કરવો તે લોકશાહીમા અબુધ-અજ્ઞાન ફોલો કરતી પ્રજાની સમજનો દૂર ઉપયોગ જરૂર ગણાય તેમના જીનના ગુણોમાંથી એકાદ પણ જો આવી જાય તો સમજવુ કે જીવન ધન્ય થઈ ગયું.

ધારાસભ્યોના પગાર વધારા ઉપરાંત તેમને ટોકન દરે પ્લોટ લઈ લેવાની દલા તલવાડી વૃત્તિ જ દરેકને કરોડપતિ બનાવે છે. આ એક સફેદ ભ્રષ્ટાચાર ગણાય નવાઈની વાત તો એ છે કે ૩૩૦ વારના આ મળતા પ્લોટની હાલ કિંમત ૧ કરોડથી દોઢ કરોડ થાય છે અને મોટાભાગના એ પ્લોટ વેચી રોકડી કરી ગયા છે. સરકારી પ્લોટની ઓછી કીંમતે ખરીદી અને તેને વેચી નાંખવા તેમના આ પ્લોટ લેવાની ફાઈલમાં કેન્દ્ર સરકારના વહીવટી મુખ્ય અધિકારીઓ એવા આઈએએસ પણ કરોડપતિ બનવા પોતાને પ્લોટ મેળવવાની યાદીમાં સામેલ કરીને તેઓ પણ સફેદ ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે. નોકરીમાં પેન્શનથી માંડી બધા લાભો કેન્દ્રના લેવાના અને ૧ થી દોઢ કરોડનો પ્લોટ મફતના ભાવે !! ગાંધી કે સરદાર થવું સ્વપ્નમાં પણ આવા લોકો વિચારી પણ ન શકે!!

ખેડૂત -મૂળભૂત પેદાશ કરતો પાયાનો પરસેવો પાડતો જગતનો તાત દુઃખી

ખેડૂત એ જગતનો તાત-પિતા એટલા માટે છે કે દરેક પેટનો ખાડો પુરવા મહેનત કરે છે અને નિઃસ્વાર્થે પોતે અને પોતાના કુટુંબ અને રાષ્ટ્રને મદદ કરે છે.  ઉદ્યોગો હોવા તે ખોટું નથી પરંતુ ખેતીના અને ખેડૂતના ભોગે તે ન થઈ શકે. પાણી હોય નહીં પરંતુ સી-પ્લેટ ઉડાડવા પાણી ભરવું કે પછી પાણીનો અન્યત્ર માર્કેટીંગ કરવાના સરસ્વતી નદીમાં ભરવાના પ્રયોગ કરવા એ નરી મુર્ખતા જ નહીં પરંતુ ઉપરવાળાની દ્રષ્ટિએ પાપ સમાન જ ગણાય.

રાજ્યમાં અપૂરતો વરસાદ વરસ્યો છે ત્યારે તેમને ઊભો પાક બચવવા માટે પૂરતું પાણી આપવાને બદલે હવે સરકારે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની સુંદરતાને નિખારવાને નામે નર્મદા નદીના ૧૨ કિલોમીટર પટને પાણીથી છલોછલ કરવાનો નિર્ણય લીધો છે. ગત વિધાનસભા ચૂટણી પૂર્વે ભાજપ સરકારે અમદાવાદમાં સાબરમતી રિવરફન્ટમાં નર્મદાનું પાણી વેડફી સી-પ્લેન ઉડાડ્‌યુ હતું. આ ઉપરાંત સરદાર સરોવરમાં ઓછું પાણી હોવા છતાંય વિકાસ દર્શનની લાયમાં રાજકોટનો આજીડેમ ભરી દિવડા તરતા મૂકયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ સરદાર વલ્લભાઇ પટેલની જન્મજંયતી ૩૧મી ઓકટોમ્બરે વિશ્ર્‌વમાં સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું લોકાપર્ણ થવાનું છે. સરદાર સરોવર ડેમથી ભરૂચ તરફ ત્રણ કિલોમીટરના અંતરે નર્મદા નદીમાં સાધુ બેટ ઉપર લોકાર્પણના કાર્યક્રમને લઇને સરકારમાં તૈયારીઓ ચાલી રહી છે. સરદાર સરોવરમાં ગયા વર્ષ કરતા પણ આ વર્ષે પાણીનો જથ્થો ઓછો છે. આમ છતાંય સરકારે લોકાપર્ણ કાર્યક્રમની ભવ્યતાનું પ્રદર્શન કરવા ૧૩૮ મીટરના ઊંચાઇ ધરાવતા સરદાર સરોવર ડેમથી ૩૧.૭૫ મીટર ઊંચી ગરૂડેશ્ર્‌વર વિયર વચ્ચે ૧૨ કિલોમીટરના નદીના પટને ૩૦મી ઓકટોમ્બર સુધીમાં ૮૪ મિલિયન ક્યુબિક પાણીથી ભરી દેવાનું આયોજન કર્યુ છે. હાલમાં આ ૧૨ કિલોમીટરના નર્મદા નદીના પટમાં માત્ર ૬ મિલિયન ક્યુબિક મીટર જ પાણી છે. એક મહિનામાં તબક્કાવાર સરદાર સરોવરમાંથી વધારાનું ૭૮ મિલિયન ક્યુબિક મીટર પાણી છોડવામાં આવશે. વધુમાં સૂત્રોના જણાવ્યા મુજબ ખેડૂતો માટે સરદાર સરોવરમાંથી ૨૦ દિવસ દરરોજ ૨૦ હજાર ક્યુસેક પાણી છોડવાની મુદત ૫મી ઓકટોમ્બરે પૂર્ણ થાય છે. ૧૨ દિવસ પછી પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચ્યું નથી. પાણી ચોરી સામે લાચાર સરકાર આ નિર્ણયને વધુ પાંચ દિવસ લંબાવશે.

ભાજપની આરોગ્ય અંગેની જાતિ ખરેખર પ્રજાલક્ષી જરૂર છે !! જે ખરા અર્થમાં પ્રજાકીય ગણાય

ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવી ત્યારપછી બીજુ ભલે ગમે તે કર્યું હોય પરંતુ તેની આરોગ્ય અંગેની ચિંતા અને તે માટે ઉઠાવેલા એક પછી એક કદમ ખરેખર સરાહનીય અને અભિનંદનને પાત્ર જ નહીં પરંતુ ખરા અર્થમાં લોકોની સેવા માટેના કાર્યક્રમો છે અને તે સફળ પણ થશે જ. આરોગ્ય બગડવુ તે પોતાના હાથમાં નહીં હોવાથી સામાન્ય માણસ માટે જીવનની પુંજી રખેને કયાંક બીમાર પડીએ, ઓપરેશન કરાવવુ પડે તે માટે અનામત નહીં તો દેવુ કરીને કે મિલકત વેચીને પણ કરવી પડતી પ્રક્રિયા હતી જેને ભાજપની સરકારે બરાબર પ્રજાની નાડ પારખી અને તે માટે એક પછી એક આરોગ્યની ચિંતા કરી આજે સામાન્ય માણસને બિમારીનો ભય ભાંગી નાખ્યો છે. તે પછી ૧૦૮ની એમ્બ્યુલન્સ સેવા હોય, ગર્ભવતી મહિલા માટેની સેવા પગલા હોય, મા આરોગ્ય કે અમૃતમ કાર્ડ હોય કે પછી ટી.બી.ને લગતા કાર્યક્રમો હોય શાળાકીય આરોગ્ય કાર્યક્રમ અને તેનું ફોલોઅપ હોય કે પછી હમણાં જ લોંચ થયેલી આયુષ્યમાન ભારત કેન્દ્રની યોજના હોય તેમાં સામાન્ય માણસનું આરોગ્યને લઈને ભલું છુપાયેલું છે. આમ ભાજપને દરેક વાતમાં વખોડતા લોકો માટે આરોગ્યનો વિષય તમાચા બરાબર છે. પરંતુ ખેડૂત માટે અને સામાન્ય નોકરી કરતા વર્ગની ચિંતા પણ આમ કરી હોત તો ભાજપના ગુણગાન ગાતાં લોકો થાકત નહીં…

૬૦ દેશના પ્રતિનિધિ જયાં આવ્યા તે નગરની સરકારી ઓફિસનું આ દૃશ્ય ઘણું કહી જાય છે

સ્વચ્છતા એ પોતાના દરેક વ્યક્તિના પોતાને કરવાની બાબત છે. ગાંધીજી સ્વચ્છતામાં શા માટે માનતા હતા તે સૌ ભણીએ છીએ પરંતુ વ્યવહારમાં શું ?  સરકારી કચેરીઓના બારીમાંથી ફેંકાતા પદાર્થો અને ટેબલ પર સ્વચ્છતા મિશનની કામગીરી કરતાં અધિકાીરઓ પોતે સ્વચ્છતામાં માનતા થશે ત્યારે જ સ્વચ્છ મિશન સફળ થઈ શકે!! સરકારી ઓફિસની બારીની ઉપરના ભાગની સ્વચ્છતા નિહાળી શકાય છે!! આવું દરેક ઓફિસોમાં જોવા મળે છે.

Previous article૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બે ગણી કરવા મોદીની ખાતરી
Next articleઆહિર સમાજ દ્વારા તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો