મોદી જેવા પીએમ કોઈ નહીં, એક ભાઈ ઓટો ચલાવે અને બીજો દુકાન : બિપ્લવ દેબ

945

ત્રિપુરા સીએમ બિપ્લવ દેબ હંમેશા પોતાના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. બિપ્લવ દેબ ઘ્વારા હાલમાં જ પીએમ મોદી વિશે નિવેદન કરવામાં આવ્યું છે, જેમાં તેમને કહ્યું છે કે નરેન્દ્ર મોદીનો એક ભાઈ ઓટો ચલાવે છે અને બીજો ભાઈ કરિયાણાની દુકાન ચલાવે છે. બિપ્લવ દેબ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ પણ એક ગરીબ પરિવારથી આવે છે. બિપ્લવ દેબ ઘ્વારા આવનારા ત્રણ વર્ષમાં ત્રિપુરાને એક “મોડલ રાજ્ય” બનાવવાનું વચન આપ્યું છે.

ત્રિપુરા સીએમ બિપ્લવ દેબ ઘ્વારા જણાવવામાં આવ્યું કે નરેન્દ્ર મોદીના ભાઈઓમાં એક ભાઈ ઓટો ચલાવે છે, જયારે બીજો ભાઈ કરિયાણાની દુકાન ચલાવે છે. તેમને આગળ જણાવ્યું કે પીએમ મોદીની એક ઘરડી માતા પણ પણ છે પરંતુ તેઓ તેમને પોતાની સાથે પીએમ હાઉસમાં નથી રાખતા. તેમના એક ભાઈ હજુ પણ ઓટો ચલાવે છે.

અગરતાલમાં એક કાર્યક્રમમાં બોલતા બિપ્લવ દેબ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ ચાર વર્ષથી દેશના પ્રધાનમંત્રી છે અને આ પહેલા ૧૩ વર્ષ સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેમ છતાં તેમના ભાઈઓમાંથી એક ઓટો ચલાવે છે જયારે બીજો ભાઈ કરિયાણાની દુકાન ચલાવે છે. તેમની માતા હજુ પણ ૧૦*૧૨ ઘરમાં રહે છે. પીએમ મોદીના વખાણ કરતા બિપ્લવ દેબ ઘ્વારા જણાવવામાં આવ્યું કે શુ દુનિયામાં આવા કોઈ પ્રધાનમંત્રી છે?

Previous article1 ઓક્ટોબરથી લાગુ થઇ રહ્યા છે આ 5 નિયમ
Next articleશિવરાજસિંહ ચૌહાણ ગાય માટે અલગ મંત્રાલય બનાવશે