IL&FS મેનેજમેન્ટ પર આખરે સરકારનો કબજો : નવું બોર્ડ રચાયું

863

વ્યાજની રકમ નહીં ચુકવવાની સ્થિતિના પરિણામ સ્વરુપે ચર્ચામાં રહેલી સંકટગ્રસ્ત કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિઝિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસ લિમિટેડના મેનેજમેન્ટ ઉપર સરકારે કબજો કરી લીધો છે.

રાષ્ટ્રીય કંપની કાયદા અથવા તો નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ દ્વારા આજે જણાવવામાં આવ્યું હતું કે, સત્યમ કોમ્પ્યુટર બાદ પ્રથમ વખત પ્રાઇવેટ કંપની પર હવે સરકારનો કબજો થઇ ગયો છે. ૈંન્શ્હ્લજી માટે નવા બોર્ડની રચના કરવામાં આવી છે. બોર્ડની બેઠક અને છ સભ્યો૮મી ઓક્ટોબર પહેલા મળશે જેમાં અન્ય પાસાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. સરકાર તરફથી કોર્પોરેટ મામલાના મંત્રાલય દ્વારા એનસીએલટીમાં આની અરજી કરી હતી. હવે સરકાર ૈંન્શ્હ્લજીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં છ સભ્યોની નિમણૂંક કરશે.

નવા બોર્ડમાં કોટક મહિન્દ્રા બેંકના એમડી ઉદય કોટક, આઈએએસ ઓફિસર વિનિત નય્યર, પૂર્વ સેબી વડા જીએન વાજપેયી, આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ ચેરમેન જીસી ચતુર્વેદી, આઈએએસ ઓફિસર માલિની શંકર અને નંદ કિશોર સામેલ છે.

નવા સભ્યોના નિર્દેશક મંડળની પ્રથમ બેઠક ૮મી ઓક્ટોબરના દિવસે મળશે. દશકોથી એએએ રેટિંગ મેળવનાર આ કંપની ઉપર છેલ્લા કેટલાક વર્ષથી દેવાનું સ્તર ખુબ વધી ગયું હતું. છેલ્લા બે મહિનામાં તેની હાલત ખુબ જ કફોડી બની ગઈ હતી. મૂળભૂત કંપનીઓની સાથે સાથે સહાયક કંપનીઓને પણ વ્યાજ ચુકવણીમાં તકલીફ પડી રહી હતી. માત્ર આઈએલએન્ડએફએસ પર ૧૬૫૦૦ કરોડ રૂપિયાથી વધુનું દેવું છે જ્યારે સહાયક કંપનીઓને મળીને દેવાની રકમ ૯૧૦૦૦ કરોડ સુધી પહોચી ગઈ છે. આ દેવાનો મોટો હિસ્સો બેંકો અને ઇન્સ્યોરન્સ કંપનીઓ પાસેથી લેવામાં આવ્યો છે. સરકાર ખુબ ઓછી પ્રાઇવેટ કંપનીઓને પોતાના નિયંત્રણમાં લેવા માટે આગળ વધે છે. ગયા વર્ષે ૨૦૧૭માં સરકાર દેવામાં ડુબેલી રિયલ્ટી કંપની યુનિટેક લિમિટેડ પર પોતાના નિયંત્રણ સ્થાપિત કરવાના પ્રયાસમાં હતી તે વખતે સુપ્રીમ કોર્ટમાં સરકારને પડકાર ફેંકવામાં આવ્યો હતો. આખરે કોર્ટે સરકારને આ દિશામાં આગળ વધવાથી રોકી દીધી હતી.

Previous articleકેન્સર થેરેપી વિકસાવનારા બે વિજ્ઞાનીઓ નોબેલ પુરસ્કાર જીત્યા
Next articleLPG સિલિન્ડરની કિંમત ૧૦૦ રૂપિયા સુધી ઘટે તેવા સાફ એંધાણ