પાલિતાણામાંથી દારૂ અને બીયર ભરેલી કાર ઝડપાઈ : આરોપી રાબેતા મુજબ ફરાર

987

પાલિતાણા ટાઉન પોલીસ સ્ટાફે પુર્વ બાતમી આધારે ઈંગ્લીશ દારૂ અને બિયર ભરેલી કારને ઝડપી લીધી હતી. જયારે આરોપી બુટલેગર પોલીસને જોઈ રાબેતા મુજબ ફરાર થઈ ગયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ પાલિતાણા હેવન હાઉસીંગ બોર્ડ સોસાયટીમાં ટાઉન પોલીસ સ્ટાફે  પુર્વ બાતમી આધારે રેડ કરતા ઈંગ્લીશ દારૂ ભરેલી કાર નં. જી.જે.૧ર પી ૮૪૭૭ને ઝડપી લીધી હતી. જેમાં તલાશી લેતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૯ર અને બીયરના ટીન-ર૪ મળી આવ્યા હતાં. જયારે આરોપી રિવરાજ ઉર્ફે મુનો દાનાભાઈ મોભ પોલીસને હાથતાળી આપી ફરાર થઈ ગયો હતો. પોલીસે દારૂ-બીયર અને કાર મળી કુલ રૂા. ૧,૭૪,૮૦૦નો મુદ્દામાલ કબ્ઝે લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

Previous articleતાપીબાઈ આયુર્વેદિક હોસ્પિ.માં દર્દીઓની સુવિધામાં બેદરકારી
Next articleરાસ ગરબા સ્પર્ધામાં કલાપથ વિજેતા