આરક્ષણ પ્રથા સમાજના મૂળભૂત માળખા માટે યોગ્ય નથી : શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી

711

શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં આરક્ષણ પ્રથાને તોડવા પર ભાર મૂક્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું છે કે આરક્ષણ પ્રથા સમાજના મૂળભૂત માળખા માટે યોગ્ય નથી. આરક્ષણ અસમાનતાનું સર્જન કરે છે. જે લોકો આરક્ષણ પ્રથાને અનુસરે છે તેઓ સમાજના મૂળભૂત માળખામાં અવરોધ ઉત્પન્ન કરી રહ્યા છે. હિન્દુ ધર્મના વડા શંકરાચાર્ય સ્વરૂપાનંદજીએ વધુમાં ઉમેર્યું હતું કે આરક્ષણ પ્રથાનો ઉપયોગ કરી મહેનત વગરની ઉપલબ્ધિઓ હાંસલ કરતી શિડ્યુઅલ કાસ્ટ અને ટ્રાઇબ્સ તેમના સમાજના જ વિકાસને અવરોધે છે. આરક્ષણ પ્રથા પૂરી પાડવાથી તેઓ કદી સ્વાવલંબી નહીં બની શકે. તેમણે માણસના સર્વાગિંક વિકાસ માટે સ્પર્ધાત્મક વાતાવરણની જરૂર હોવાનું જણાવ્યું હતું.રાજકીય પક્ષપાતના મુદ્દે તેમણે જણાવ્યું હતું કે અપરાધીઓની જેમ જ પક્ષપલટુઓ પર પણ ચૂંટણી લડવાના અધિકાર પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

વ્યક્તિગત લાભ માટે રાજકીય પક્ષપાત ધરાવતા ઉમેદવારોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવા અંગે કાયદો ઘડવાની સ્વરૂપાનંદજીએ સંસદને અપીલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાર્લામેન્ટ અથવા વિધાનસભામાં બહુમતીના મુદ્દે પણ જે રાજકીય પક્ષપાત આચરવામાં આવ્યો હોય તો પણ તે અંગે કાયદો ઘડવા પર તેમણે ભાર મૂક્યો.

સ્વરૂપાનંદજીએ નેશનલ રજિસ્ટર્ડ સિટીઝન (એનઆરસી) મુદ્દે તેમની પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એનઆરસીમાંથી ૪૦ લાખ લોકોની બાદબાકી ભાજપનો પોલિટિકલ એજન્ડા છે. કોઈ પણ નાગરિકને દેશમાંથી કાઢવા જોઈએ નહીં.

Previous articleસંવેદના આમ તો ખરીદી શકાય તેવી સંપતિ નથી તેથી તેનું મુલ્ય આર્થિક રીતે આંકી શકાય નહી…
Next article’સ્વચ્છતા’ સંદેશઃ પુડ્ડુચેરીના સીએમ પાવડો લઈને ગટર સાફ કરવા ઉતર્યા