૫૫ વર્ષે પ્રથમ વાર મહિલા સહિત ત્રણને ભૌતિકશાસ્ત્રનો નોબેલ

1078

ભૌતિકશાસ્ત્ર ક્ષેત્રે નોબેલ પુરસ્કારની ઘોષણા થઇ ગઇ છે. ભૌતિક શાસ્ત્રનો નોબેલ સંયુક્ત રીતે આર્થર એશ્કિન તેમજ ગેરાર્ડ મૌરોઉ અને ડોના સ્ટ્રિકલેન્ડને એનાયત કરાયો છે. આ સાથે ભૌતિકશાસ્ત્રનો નોબેલ મેળવનાર સ્ટ્રિકલેન્ડ વિશ્વના ત્રીજા મહિલા બની ગયા છે.

અગાઉ ભૌતિકશાસ્ત્ર ક્ષેત્રે મહિલા વૈજ્ઞાનિકને નોબેલ ૧૯૬૩માં મારિયા ગોએપ્રટ મેયરને આપવામાં આવ્યું હતું તેના પહેલા ૧૯૦૩માં મેરી ક્યુરીએ ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પ્રાપ્ત કર્યું હતું. નોબેલ પુરસ્કાર ચિકિત્સા, ભૌતિકશાસ્ત્ર, રસાયણ જેવા વિવિધ ક્ષેત્રોમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ માટે એનાયત કરાય છે. વિજેતાને ૯ મિલિયન ક્રોનોરની (૭,૭૦,૦૦૦ પાઉન્ડ) ઇનામી રકમ આપવામાં આવે છે. સ્ટ્રિકલેન્ડે તેમના પુરસ્કાર જીતવા પર જણાવ્યું છે કે, મને અત્યંત ખુશી છે કે મને નોબેલ એનાયત કરાયો છે, પરંતુ મને આજે એક મહિલા થવા પર ગર્વ થઇ રહ્યો છે. તેમણે  નોબેલ પુરસ્કાર જીતનારા ત્રીજા મહિલા તરીકેનું ગૌરવ પ્રાપ્ત કરવા બદલ જણાવ્યું કે, હવે સમય આવી ગયો છે કે આપણે ભવિષ્ય તરફ આગળ વધીએ. આર્થર એશકિનને ઓપ્ટિકલ ટ્‌વીઝર અને તેમની જૈવિક તંત્ર પર અસરના વિષય પર પુરસ્કાર અપાયો છે જ્યારે જેરાર્ડ મૌરોઉ અને ડોના સ્ટ્રિકલેન્ડને ઉચ્ચ તીવ્રતા ઉત્પન્ન કરવાની પદ્ધતી,  અલ્ટ્રા શોર્ટ ઓપ્ટિકલ પ્લસિસ માટે નોબેલ પુરસ્કાર એનાયત કરાયો છે.

Previous articleકોંગ્રેસ લોકસભામાં પ્રિયા દત્તના સ્થાને નગમાને ટિકિટ આપે તેવી શક્યતા
Next articleસેક્સી એમી જેક્સનની બે ફિલ્મો આ વર્ષેર્ જારી કરાશે