રેલ્વે ટર્મીનસ ખાતે પરપ્રાંતીય યુવાન પર છરી વડે ઘાતકી હુમલો

1150

ભાવનગર રેલ્વે ટર્મીનસ ખાતે બપોરના સમયે પરપ્રાંતીયો ટ્રેન દ્વારા પોતાના ગામ જતા હતા ત્યારે કોઈ બાબત ઝગડો  થતાં અન્ય શખ્સોએ યુવાન પર છરી વડે ઘાતકી હુમલો કરતાં ગંભીર હાલતે ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. જયારે રેલ્વે પોલીસે શંકમંદોની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ મુળ ઝારખંડના ગોસપુર ગામે રહેતા ગૌરવ નનકુ યાદવ (ઉ.વ.રપ) જે નીરમાં ફેકટરીમાં નોકરી કરતો હોય આજરોજ ભાવનગરથી પોતાના ગામ જયાં રેલ્વે ટર્મીનસ ખાતે ગયો હતો ત્યારે અન્ય સાથીદારો સાથે કોઈ બાબતે ઝગડો થતા યુવાન ગૌરવ યાદવ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. બનાવની જાણ થતા રેલ્વે પોલીસ સ્ટાફ તુરંત બનાવ સ્થળે દોડી જઈ ઈજાગ્રસ્ત યુવાનને ૧૦૮ સેવા હોસ્પિટ  ખસેડી તેની સાથે રહેલાં અન્ય ૮-૧૦ પરપ્રાંતીયોની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે. તેમજ ઈજાગ્રસ્ત યુવાન હાલ બેભાન હોય ભાન આવ્યા બાદ નિવેદન લઈ ફરિયાદની તજવીજ હાથ ધરાશે તેમ જાણવા મળ્યું હતું.

Previous articleઅંબિકા શાળાના ભુલકાઓએ વિજ્ઞાન મેળામાં કૃતિ રજુ કરી
Next articleપરજન હિત એજ સ્વ હિત છે : પૂ. મહંત સ્વામી મહારાજ