પરજન હિત એજ સ્વ હિત છે : પૂ. મહંત સ્વામી મહારાજ

1154

બીજાના ભલામાં જ આપણું ભલું છે..! આ જીવનસૂત્ર સાથે લાખો લોકોને હુંફ આપનાર એક વિરલ સંતવિભૂતિ એટલે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ ભગવાન સ્વામિનારયણની ગુણાતીત ગુરૂ પરંપરાના પાંચમાં અનુગામી આ વિશ્વવંદનીય સંતે નિર્વ્યાજ વાત્સલ્ય વર્ષામાં બાળકો, યુવાનો, વૃદ્ધ,ો ભણેલા કે અભણ, દેશ કે વિદેશના સૌ કોઈને ધન્ય કર્યા હતાં. બીએપીએસ સ્વામિનારયણ સંસ્થાની અનેકવિધ આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિના સુત્રધાર સ્વામીએ, કઠિન પુરૂષાર્થથી એક વિરાટ ચારિત્ર્યવાન સમાજ ખડો કર્યો છે. ૧૭,૦૦૦થી વધુ ગામોમાં વિચરણપ્, રપ૦,૦૦૦થી વધુ ઘરોમાં મુલાકાત, ૭,૦૦,૦૦૦થી વધુ પત્રોનું લેખન, વ્યકિતગત મુલકાત વગેરે દ્વારા આ મહાન સંતે અસંખ્યો જીવન ઉત્કર્ષ કર્યા છે. અક્ષરધામ જેવા જગ વિખ્યાત સંસ્કૃતિધામ ઉપરાંત, જગતભરમાં ૧,ર૦૦થી વધુ મંદિરો અને ૧૦૦૦થી વધારે સંતોનું નિર્માણ કરીનેત ેમણે સંસ્કૃતિના ચિંતન સ્મારકો સ્થાપ્યા છે. ભારત અને વિશ્વના અનેક દેશોમાં અનેક કુદરતી આપત્તિ તારાજ થયેલા લોકો માટે આ કરૂણામુર્તિ સંતની કરૂણા સદૈવ વહેતી  રહી છે. એટલે જ આંતરરાષ્ટ્રીય ધુરંધરોથી લઈને આદિવાસી સુધીના અસંખ્ય લોકોએ તેમને હૃદયપુર્વક ચાહ્યા છે. ૯૪ વર્ષ અને રપ૦ દિવસ સુધી સતત એક ધાર્યા ભાગીરથીની જેમ વહીને અનેક જીવન પવિત્ર કર્યા છે. અંતે તા. ૧૩-૮-ર૦૧૬ના દિવ્સે પોતે દેહલીલા સંકેલી, પણ તે પુર્વે જ પોતાના અનુગામી અને સંસ્થાના પ્રમુખ તરીકે પ.પૂ. મહંતસ્વામીની નિયુક્તિ કરી દીધી હતી.

હવેઅ ાપણે પ્રેરણામૂર્તિ પરમ પુજય પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી અને બએપીએસ સંસ્થાના છઠ્ઠા ગુરૂદેવ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના કલ્યાણકારી જીવન અને કાર્ય વિશે સંક્ષેપમાં સમજીએ. પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજનો જન્મ મધ્યપ્રદેશના જબલપુરમાં તા. ૧૩-૯-૧૯૩૩ના રોજ પિતા મણિભાઈ અને માતા ડાહીબેનના ઘરે થયો. મણિભાઈનું મુળ નિવાસ તો આણંદ હતું પરંતુ વ્યવસાય અર્થે તેઓએ જબલપુર જઈ નિવાસ કર્યો હતો. મહંતસ્વામી મહારાજના પ્રાગટયના થોડા દિવસોમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ (બીએપીએસ સંસ્થાના તૃતીયા આધ્યાત્મિક ગુણાતીત ગુરૂ) જબલપુર પધાર્યા હતાં. મણિભાઈએ ાસ્ત્રીજી મહારાજને પોતાના દિકરાનું નામ પાડવા અનુરોધ કરી. શાસ્ત્રીજી મહારાજેતેજથી દૈવીપ્યમાન શાંત, અને સૌમ્ય મુખારવિંદ વાળા કુળદીપનું નામ કેશવ પાડ્યું પરંતુ કેશવને ઘરમાં તો બધા વહાલથી વિનુના હુલામણા નામથી જ બોલાવતા મુક્તરાજ મણિભાઈએ શાસ્ત્રીજી મહારાજના અનન્ય ભક્ત, એટલે ઘરમાં સહેજે જ સ્વામિનારાયણ ભક્તિનું વાતાવરણ જીવંત રહેતું. વિનુનો પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ અંગ્રેજી માધ્યમ સ્કુલમાં પુર્ણ થયો. ૧રમી ગ્રેડ-ક્રિશ્ચન કોલેજ જબલપુરમાં ખૂબ સારી રીતે કર્યુ એ રીતે બાલ્યાવસ્થા પુર્ણ થતાની સાથે જ મણિભાઈ પુનઃ મુળ વતન આણંદમાં સ્થાયી થવા પધાર્યાં. વિનુભાઈએ અનુસ્નાતકનો અભ્યાસ આણંદની કૃષિ યુનિવર્સિટીમાં બીએસસી ઈન એગ્રીકલ્ચર રૂપે કર્યો. તેઓ એનસીસીની પ્રવૃતતિમાં ખુબ જ સક્રિય રીતે જોડાઈને અનેક સમ્માનો સાથે બી સર્ટીફીકેટ પાસ કર્યું તેઓને આધ્યાત્મિકતા, તેજસ્વિતા અને બુદ્ધિ પ્રતિભાથી સૌ કોઈ પ્રભાવિત થઈ રહેતાં.

તપ વ્રત, સંયમ, ભક્તિ સાધુતા, વિનમ્રતા, સરળતાને બુદ્ધિમત્તા વગેરે અનેક સદગુણો અને સેવામય જીવનથી સત્સંગ સમાજને દૈવીપ્યમાન કર્યો છે. વર્તમાનમાં બીએપીએસ સંસ્થાના છઠ્ઠા ગુરૂદેવ તરીકે બિરાજીને તેઓ પ્રમુખસ્વામી મહારાજે વિસ્તારેલા વિરાટ આધ્યાત્મિક અને સામાજિક કાર્યોના સુત્રધાર તેમ જ લાખો આબાલવૃદ્ધ ભક્તોના હૃદયમાં અદ્વિતીયા સ્થાન પામ્યા છે. પરમ પુજય પ્રમુખસ્વામી મહારાજના પગલે પગલે તેઓ, બીએપીએસના અસંખ્ય ભક્તો – ભાવિકોને ભગવાન સ્વામિનારાયણે ચીંધેલા આધ્યાત્મિક માર્ગે વેગ આપી રહ્યા છે. વિશ્વકલ્યાણની આ ભાગીરથી દેશ-વિદેશમાં વહાવી અનેક જીવોને પુણ્યશાળી બનાવી રહ્યા છે. એવા સૌમ્ય મુખારવિંદવાળા, અમીપુર્ણ નેણવાળા, મૃદુવાણીવાળા, હરિને અખંડધારતા, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજના અનુગામી, કલ્યાણકારી સંત મહંતસ્વામી મહારાજના ચરણોમાં શત શત વંદન.

 

આજે પરમ પૂજય મહંતસ્વામી મહારાજનો જન્મજયંતિ મહોત્સવ

ભાવનગર તા. ર

ભગવાન સ્વામિનારયણની આધ્યાત્મિક પરંપરામાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ પછી છઠ્ઠા વારસદાર પરમ પૂજય મહંત સ્વામી મહારાજનો આજે ૮પમો જન્મદયંતિ મહોત્સવ ભાવનગરમાં ઉજવવામાં આવશે. ભાવનગરના ભાવ સભર હરિભકતોનો ભક્તિભાવને માન આપી આ વર્ષે આ ઉત્સવ ભાવનગરને આપવામાં આવ્યો છે.

સમગ્ર ગોહિલવાડ તેમજ ગુજરાતમાં પ્રસિદ્ધ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી ખાતે આ ઉઝવવામાં આવનાર છે. તે માટે સમગ્ર વર્ષ દરમિાન આયોજન યોજવામાં આવ્યા હતાં. જન્મજયંતિ મહોત્સવ વધાવવા ઘણા સંતો-ભક્તોએ વિશેષ નિયમ ગ્રહણ કર્યા હતાં. મંદિરના કોઠારી પૂજય યોગવિજય સ્વામી સહિતના સંતોએ ૭૦ થી ૧૦પ દિવસસુધી ધારણા-પારણા વ્રત કર્યું હતું. ૭૦ જેટલા પુરૂષ- મહિલા હરિભકતોએ  મળીને પપ૪૪ દિવસના ધારણા પારણા, ૯૭૯ હરિભક્તોએ મળીને ૩૩૯પ૦ દિવસના એકટાણા ઉપવાસ, ૭૦૧ હરિભક્તોએ નિર્જળા કે પ્રવાહી ઉપર ર૮૭૧ ઉપવાસ કર્યા હતાં.

ઉપવાસની સાથે ભક્તિ સંબંધી નિયમો પણ આ પ્રસંગે બધાએ ગ્રહણ કર્યા હતાં. ૩પ૪ હરિભક્તોએ ૬૪૮૧ર૩ દંડવત પ્રણામ, પર૪ હરિભક્તોએ ૧૮ લાખ ૭૬ હજાર ૮૭૪ પ્રદક્ષિણા, ૧૦૭૪ હરિભક્તોએ ર૩૦૬૮ર૬ માળાનો જાપ કરી વિક્રમ સજર્યો છે. આ સિવાય પણ ૧૦૬ હરિભક્તોએ પોતાના ઘરેથી મંદિરની ર૯૪૯ પદયાત્રાઓ કરી હતી. પ૩૪ હરિભક્તોએ ૩૭૬૦૯૧ જેટલા જનમંગલના નામાવાલીના પાઠ કર્યા હતાં. ર૯૦ મહિલાઓએ ૩૧૮ પુરૂષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથનું વાંચન કર્યું હતું. આ રીતે ખુબ વિશાળ પાયા ઉપર અને ભક્તિ સંબંધી નિયમો આ પ્રસંગે હરિભક્તોએ ગુરૂ હરીને પ્રસન્ન કરવા લીધા હતાં.

Previous articleરેલ્વે ટર્મીનસ ખાતે પરપ્રાંતીય યુવાન પર છરી વડે ઘાતકી હુમલો
Next articleસ્વામિનારાયણ પ્રાથમિક શાળા દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે નવતર કાર્યક્રમ