બરવાળા : ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ

1466

બરવાળા ખાતે મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બળવંતસિંહ મોરી (પ્રમુખ બવરાળા ન.પા.) દિલુભા ઝાલા, મેહુલભાઈ ત્રિવેદી, દિગ્વીજયસિંહ પઢીયાર સહિતના બરવાળા નગરપાલિકાના સદસ્યો તેમજ કર્મચારીઓ, સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જુદા-જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.  બરવાળા નગરપાલિકા દ્વારા તા. ૧-૧૦-ર૦૧૮ના રોજ સવારના ૯-૦૦ કલાકે મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિ નિમિત્તે સ્વચ્‌ઋતા રેલી કાઢવામાં આવી હતી. જે રેલીનું પ્રસ્થાન બરવાળા ન.પા.ના નવનિયુકત પ્રમુખ બળવંતસિંહ મોરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા રેલી બરવાળા શહેરની મુખ્ય બજારમાં ફેરવવામાં આવી હતી અને રોકડીયા હનુમાનજી મંદિર ખાતે પુર્ણ કરવામાં આવી હતી. આ રેલીમાં બરવાળા શહેરની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતાં. તેમજ ઉપસ્થિત આગેવાનો દ્વારા શહેરની પ્રતિમાની સફાઈત ેમજ સફાઈ કામગીરીમાં જોડાયા હતાં. ઉપરાંત શહેરીજનોને શહેરમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી.

Previous articleસરદારનગર શાળા ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઈ
Next articleશામળદાસ કોલેજ અને ઇસ્કોન કલબ ખાતે મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી