વસીમ રિજવીએ ઓવેસી અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડને બતાવ્યો ‘વગર મૂછનો રાવણ’

1792

રામ મંદિર મામલ પર પોતાનું સમર્થન અને દલીલોથી ચર્ચામાં રહેલા શિયા સેન્ટ્રલ વાક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિજવીએ સોમવારે (૦૧ ઓક્ટોબર) અયોધ્યા પહોંચ્યા અને રામલલાના દર્શન કરી હિન્દુ પક્ષકોરો સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન તેમણે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને એઆઇએમઆઇએમના સંસદ અસદુદ્દીન ઓવેસીને ‘વગર મૂછનો રાવણ’ કહ્યો હતો. રિજવીએ કહ્યું કે રામલલા દર્શન માર્ગ પર રામભક્તોની દશા જોઇને દુઃખ થાય છે. બાબરના વકીલો રામ ભક્તો પર અત્યાચારો કરી રહ્યાં છે, પર રામ ભક્તોનો જુસ્સો જોઇને ખુશી થઇ રહી છે.

શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિવજીએ જણાવ્યું હતું કે રામલલાના દર્શનની સાથે સાથે હિન્દુ પક્ષકારો તેમજ સાંધુ-સંતોની મુલાકાત પણ કરી હતી. અહીંયા મુસ્લિમ પક્ષકારોની સાથે મુલાકાતનો કોઇ અર્થ નથી. તેમણે કહ્યું કે સમગ્ર દુનિયામાં જેટલા પણ હિન્દુ ધર્મના અનુયાયીઓ છે, તેમનામાં માનવતા બાકી છે, પરંતુ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને અસદુદ્દીન ઓવેસી જેવા વગર મૂછોના રાવણ પણ છે, જે ભગવાન રામનો વિરોધ કરવા માટે ઉત્સાહિત છે.

Previous articleકિસાન રેલી હિંસક બની : કેન્દ્રની ખાતરીને ખેડૂતોએ અસ્વીકાર કરી
Next articleચેમ્પિયન્સ ઓફ ધી અર્થ પુરસ્કાર