બોર્ડ નિગમના કર્મચારીઓની પગાર-એરીયર્સ મુદ્દે નારાજગી

975

રાજ્યના બોર્ડ નિગમના કર્મચારીઓ દ્વારા નવા સચિવાલયમાં બ્લોક નંબર ૧૨ પાસે સુત્રોચ્ચાર કરીને પોતાની માગણીઓ સંબંધમાં સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. દોઢ વર્ષથી વધુ સમયથી સરકારે ૭માં પગાર પંચનુ એરીયર્સ નહીં ચૂકવતા બોર્ડ નિગમના કર્મચારીઓએ આંદોલનનું શસ્ત્ર ઉગામવુ પડ્‌યું છે. ત્યારે બોર્ડ નિમગ કર્મચારી મંડળના પ્રમુખ પ્રવિણભાઇ સુતરીયાએ કહ્યુ કે સરકારના કર્મચારીઓને નાણાં વિભાગે ૮ મહિનાનુ એરીયર્સ ત્રણ હપ્તામાં ચૂકવવાનો કરી દીધો છે. પરંતુ બોર્ડ નિગમના કર્મચારીઓને અણમાનિતા ગણવામાં આવ્યા છે.

નાણાં વિભાગ દ્વારા બોર્ડ નિગમના કર્મચારીઓ પ્રત્યે ઓરમાયુ વર્તન કરીને ૦૧/૦૧/૧૬થી એરીયર્સ ચૂકવ્યુ નથી. જ્યારે ગુજરાતના ૫૪ બોર્ડ નિગમનો અને ૧૬૨ નગરપાલિકામાં હજ્જારો કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ આપી દેવામાં આવ્યો છે. આ બાબતે પ્રમુખે રોષ ઠાલવતા એમ પણ કહ્યું કે, બોર્ડ નિગમ કર્મચારી મહામંડળ દ્વારા એરીયર્સને લઇને સરકારમાં રજૂઆતો થઈ છે.

સાતમા પગારપંચના અમલ બાદ ૨૦ માસનું એરીયર્સ ન ચુકવતા બોર્ડ નિગમ ,સરકારી સાહસો અને પાલિકાના કર્મચારીઓએ સરકાર સામે આંદોલન શરુ કર્યું હતું.

Previous articleમધુર ડેરીના સહયોગથી સ્વચ્છતા અભિયાન
Next articleસરકારની મધ્યાહન ભોજન યોજનામાં ત્રણ લાખથી વધુ બાળકોને ભોજન ન અપાતુ હોવાનો ઘટસ્ફોટ