રવિ પાકના સમર્થન મૂલ્યમાં ૨૧ ટકા સુધી નોંધપાત્ર વધારો કરાયો

1057

કેન્દ્રની મોદીની સરકારે તહેવારની સિઝનમાં ખેડૂતોને મોટી રાહત આપી દીધી છે. કેન્દ્રીય કેબિનેટે આજે રવિ પાકના એમએસપીમાં ૨૧ ટકા સુધીનો વધારો ઝીંકી દીધો હતો. આની સાથે જ ખેડૂતોના હાથમાં ૬૨૬૨૫ કરોડ રૂપિયા વધુ આપી દીધા છે. આજે રવિ પાકના લઘુત્તમ સમર્થન મૂલ્ય વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકારે નવો નિર્ણય કર્યા બાદ ઘઉંના એમએસપી ૧૦૫ રૂપિયા પ્રતિક્વિન્ટલ વધી ગયા છે જ્યારે ચણાના એમએસપી ૨૨૦ રૂપિયા પ્રતિક્વિન્ટલ વધી ગયા છે.  મસુરના એમએસપીમાં ૨૨૫ રૂપિયા ક્વિન્ટલદીઠ વધી ગયા છે. જ્યારે સરસિયાના એમએસપી પ્રતિક્વિન્ટલ ૨૦૦ રૂપિયા વધી ગયા છે. આ રીતે રવિ પાકની નવી એમએસપીની જાહેરાત કરવામાં આવી હતી.

પાક વર્ષ ૨૦૧૮-૧૯ માટે ઘઉંના સમર્થન મૂલ્યને વધારી દેવામાં આવતા વહે સમર્થન મુલ્ય ૧૮૪૦ રૂપિયા પ્રતિક્વિન્ટલ થઇ ગયું છે. પાક વર્ષ ૨૦૧૭-૧૮માં પ્રતિક્વિન્ટલ ઘઉંની સમર્થન કિંમત ૧૭૩૫ રૂપિયા હતી. આવી જ રીતે સરસિયાના એમએસપી વધારીને ૪૨૦૦ રૂપિયા પ્રતિક્વિન્ટલ કરી દેવામાં આવી છે. ચણાના સમર્થન મુલ્યને વધારીને પ્રતિક્વિન્ટલ ૪૬૨૦ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આવી જ રીતે મસુરના સમર્થન મુલ્યને વધારીને ૪૪૭૫ રૂપિયા પ્રતિક્વિન્ટલ કરી દેવાતા ખેડૂતોને ઘણા અંશે તકલીફ દૂર થશે. ઘઉંના સમર્થન મુલ્યમાં છ ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે જ્યારે અન્ય રવિ પાકમાં ૨૧ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ પગલાના પરિણામ સ્વરુપે ખેડૂતોને ૬૨૬૩૫ રૂપિયા વધારાની આવક થશે. આના લીધે ઉંચા ખર્ચ અને ઓછા રિટર્નના મામલામાં ખેડૂતોમાં જે નારાજગી છે તે કેટલાક અંશે દૂર થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે આર્થિક બાબતો અંગેની કેબિનેટ કમિટિની બેઠક યોજાઈ હતી જેમાં રવિ પાક અથવા તો છ શિયાળાની વાવણી માટે લઘુત્તમ સમર્થન મૂલ્યમાં વધારાને મંજુરી આપવામાં આવી હતી.

Previous articleસરકારની મધ્યાહન ભોજન યોજનામાં ત્રણ લાખથી વધુ બાળકોને ભોજન ન અપાતુ હોવાનો ઘટસ્ફોટ
Next articleએમપી-રાજસ્થાનમાં કોંગ્રેસ સાથે જોડાણ ન કરવા માયાની જાહેરાત