રાજુલાના વાવેરા ગ્રામ પંચાયત તેમજ પે-સેન્ટર શાળા દ્વારા ગ્રામ સફાઈ અભિયાન

1225

આજરોજ વાવેરા ગામમાં ગાંધીજયંતિના દિવસે સફાઈ અભિયાન સમિતિ દ્વારા ગામમાં શેરી રોડની સફાઈ કરવામાં આવી હતી. તેમાં સરપંચ બીચુભાઈ ધાખડા, ભાજપ મંત્રીક નુભાઈ ધાખડા, સમિતિ અધ્યક્ષ બચુભાઈ પટેલ સીએસપીસી સંસ્થા વતી મનોજભાઈ, યોગેશભાઈ જહેમત ઉઠાવી હતી. તેમજ હવે પછી ગામમાં દર પંદર દિવસે સફાઈ અભિયાન કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. બીજી તરફ વાવેરા પે.સેન્ટર શાળામાં પણ ગાંધી જયંતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રભાત ફેરી, સર્વધર્મ પ્રાર્થના સભા, સ્વચ્છતા સંદેશ, ચિત્ર સ્પર્ધા, એસએમસી અધ્યક્ષ કનુભાઈ ધાખડા દ્વારા સ્વચ્છતાનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું. ૃ

 

Previous articleભાદરવાના બફારા વચ્ચે દ.ગુજરાતમાં ભારે વરસાદ-વાવાઝોડુ
Next articleદામનગરની ગ્રીન પ્રા.શાળાને સ્વચ્છ વિદ્યાલયનો પુરસ્કાર