ભાવ. યુનિ.ની વિદ્યાર્થી સેનેટની યોજાનાર ચૂંટણી હાલ સ્થગિત

1124

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની એકઝીકયુટિવ કાઉન્સિલની તા. ૩-૧૦-ર૦૧૮ના રોજ કાર્યકારી કુલપતિ ડો. ગિરીશભાઈ એસ. પટેલના અધ્યક્ષસ્થાને ભાવનગર યુનિવર્સિટીના સભાખંડમાં મળી હતી. હાલ ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવા સહિતના નિર્ણયો લેવાયા હતાં.

જેમાં સર પી.પી. ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સમાં ફરજ બજાવતા ર આસિસ્ટન્ટ પ્રોફેસરોને કેરિયર એડવાસમેન્ટ સ્કીમ હેઠળ આપવામાં આવેલ એ.જી.પી. તારીખમાં સુધારો કરવા અંગે આવેલ રજૂઆત મંજૂર કરવામાં આવી, આચાર્ય, શામળદાસ આર્ટસ કોલેજ, તરફથી ડિપ્લોમાં ઈન જર્નાલીઝમ અભ્યાસક્રમનાં સ્ટાફના મહેનતાણાં ચુકવવા સેલ્ફ ફાયનાન્સના નિયમો મુજબ આવકની મર્યાદામાં ચુકવવાનું સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું, યુનિવર્સિટી  દ્વારા લેવાતી પરીક્ષાઓના પરિણામોમાં થતી ક્ષતિઓ અંગે કુલપતિ નિયુકત કમિટિ દ્વારા સબમીટ થયેલ રોજકામ મુજબ કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું, યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીની પરીક્ષાના મહેનતાણાંના વિવિધ દરોમાં ફેરફાર કરવા અંગે વિચારણા કરવામાં આવી. પરીક્ષા સંચાલન, પરીક્ષણ તથા પેપરસેટીંગનો ખર્ચ અને તેની સામે આવતી વિદ્યાર્થી ફ્રી ઓછી થવા જાય છે. જે બાબતને ધ્ય્ન લઈ મહેનતાણાના દરામાં ફેરફાર કરવા કમિટિની રચના કરવામાં આવી.

બોટાદ સ્થિત કોલેજનું જોડાણ રદ કરવાની અત્રે આવેલ દરખાસ્ત અને તે પરત્વે નિમાયેલા ઈન્સ્પેકશન કમિટિએ આપેલ રીપોર્ટ મુજબ કરેલ ભલામણનો સ્વીકાર કરવામાં આવ્યો. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સ્પોર્ટસ અને સાંસ્કૃતિકમાં પસંદગી સમિતિના માનદ મહેનતાણાંન ક્કી કરવામાં આવ્યા, હાલ અમલી પધ્ધતિમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલ હોય અને ગેરહાજર દર્શાવેલ હોય, તેવા કિસ્સામાં વિદ્યાર્થી દ્વારા આવા કિસ્સામાં અરજી કરવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી. યુનિવર્સિટી કોર્ટની મતદાર યાદીમાં ક્ષતિઓ અંગે હાલ ચૂંટણી પ્રક્રિયા સ્થગીત કરી સદરહું ક્ષતિઓ સુધારી સક્ષમ સત્તા મંડળમાં મુકી ચૂંટણી પ્રક્રિયા આગળ વધારવાનું નક્કી થયું. પીી.જી. ટીચરની માન્યતા, પીએચડી ગાઈડશીપ મંજુર કરવામાં આવી હતી.

Previous articleઆંબલા, સણોસરા, વલભીપુર સહિત ભાલ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે