ડેબ્યૂ ટેસ્ટમાં જ પૃથ્વી શૉએ ફટકારી સદી

880

રાજકોટ ટેસ્ટમાં ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ ટેસ્ટ મેચમાં પૃથ્વી શૉ ડેબ્યૂ કરી રહ્યો છે. વિરાટ કોહલીએ તેને 293 નંબરની કેપ સોંપી હતી. આ વખતે કોઈએ વિચાર્યું ન હતું કે 18 વર્ષનો આ યુવક પ્રથમ ટેસ્ટ મેચમાં જ ધમાકેદાર બેટિંગ કરશે. પૃથ્વી શૉએ કારકિર્દીની પ્રથમ ટેસ્ટ મેચમાં સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો છે. પૃથ્વીએ 99 બોલમાં 100 રન ફટકાર્યા હતા. પૃથ્વી શૉ ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો પ્રથમ ખેલાડી બની ગયો છે.

એટલું જ નહીં પૃથ્વી શૉ ડેબ્યૂમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેનમાં ત્રીજા ક્રમે છે. પ્રથમ નંબર પર શિખર ધવન કે જેણે 85 બોલમાં સદી ફટકારી હતી. વેસ્ટઇન્ડિઝના બેટ્સમેન ડ્વેન સ્મિથે ડેબ્યૂ ટેસ્ટમાં 93 બોલમાં સદી ફટકારી હતી. શૉએ 99 બોલમાં પોતાની સદી પુરી કરી હતી. પૃથ્વી શૉ દેશનો બીજો સૌથી યુવા ખેલાડી છે જેણે ટેસ્ટમાં સદી ફટકારી હોય. નોંધનીય છે કે પૃથ્વી શૉ રણજી ટ્રોફી, દિલીપ ટ્રોફીના ડેબ્યૂમાં પણ સદી ફટકારી ચુક્યો છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleટીમ ઇન્ડિયા 253 રન પર 3 વિકેટ