ટીમ ઇન્ડિયા 253 રન પર 3 વિકેટ

1503

ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ટીમ ઇન્ડિયાના કેપ્તાન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું છે. મેચની શરૂઆતમાં પૃથ્વી શો અને કેએલ રાહુલ બેટિંગ કરવા ક્રિઝ પર ઉતર્યા હતા. ટીમ ઇન્ડિયા 51 ઓવરના અંતમાં 232 રન પર 3 વિકેટ ગુમાવી છે. હાલ ક્રિઝ પર વિરાટ કહોલી 4 રન અને અજિંક્ય રહાણે 0 રન પર રમી રહ્યાં છે.

પૃથ્વી શો 134 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ચેતેશ્વર પુજારા 86 રન પર કેચ આઉટ થઇ ગયો હતો. જ્યારે લોકેશ રાહુલ પ્રથમ ઓવરમાં જ શૂન્ય રન પર આઉટ થઇ ગયો હતો. પૃથ્વી શો અને ચેતશ્વર પુજારાની શાનદાર બેટિંગ સાથે બન્નેએ 274 બોલમાં 202 રનની ભાગીદારી નોંધાવી હતી.

બન્ને ટીમોને આ મેચ જીતવાનું મોટું કારણ આ છે કે, ટીમ ઇન્ડિયા વેસ્ટઇન્ડીઝને પોતાના ઘરનો રેકોર્ડ ખરાબ કરવાનો કોઇ ચાન્સ આપવા માંગતી નથી. ત્યારે વેસ્ટઇન્ડીઝ ગત 24 વર્ષમાં વારંવાર હારનો સામનો કરી રહેલી ટીમ જીતવા માટેની તૈયારી કરી રહ્યા છે

Previous articleડેબ્યૂ ટેસ્ટમાં જ પૃથ્વી શૉએ ફટકારી સદી
Next articleચંદા કોચરે ICICI બેન્ક છોડી