સેક્ટર ૨૩ અને સેક્ટર ૨૫ માંથી ૫૦ થી વધુ ઝુંપડા હટાવાતા ભારે દોડધામ

1368

મહાપાલિકાની દબાણ ટીમે સેક્ટર ૨૩ અને સેક્ટર ૨૫ માંથી ૫૦ થી વધુ ઝુંપડા હટાવવામાં આવતા દબાણકારોમાં દોડધામ મચી હતી.

છેલ્લા એક સપ્તાહથી મહાપાલિકા દ્વારા ગેરકાયદે બાંધકામ હટાવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. સેક્ટર ૨૪માં ચેરમેનના ભાઇ અને ભાજપના અન્ય હોદ્દેદારોએ કરેલા ગેરકાયદે બાંધકામ તોડવા ટીમ પહોંચી ત્યારે બબાલ થયા કોઇ પાકા દબાણ નહીં તોડનાર ટીમે બુધવારે સેક્ટર ૨૩ અને ૨૫માં ૫૦ ઝુંપડા તોડી નાખ્યા હતા.

ગેરકાયદે બાંધકામ હટાવવા અને હેતુફેર વપરાશ બદલ મિલકતોને સીલ મારવાની કામગીરી બાંધકામ શાખા અને દબાણ શાખા દ્વારા સફળતાપૂર્વક કરાઇ રહી છે અને આ કામગીરી હાઇકોર્ટના માર્ગદર્શન તથા સરકારની સુચના પ્રમાણે કરવામાં આવે છે. તેમાં કોઇ અધિકારી ભેદભાવ રાખતા નહીં હોવાનું કમિશનરે જણાવ્યુ હતુ.

નગરવાસીઓને સમયસર અને સારી માળખાકિય સુવિધા મળે તેના માટેની જવાબદારી મહાપાલિકાના પદ્ધાધિકારીઓની બને છે. જો અધિકારીઓ આ બાબતે જ વિલંબની નીતિ અખત્યાર કરે તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો અર્થ રહેશે નહીં. ત્યારે લોક સુવિધાના મુદ્દે વિલંબ નહી ચલાવાય તેમ ચેરમેન મનુભાઇ પટેલે કહ્યુ હતુ.

Previous articleગાંધીનગર તાલુકા તેમજ આસપાસના ગામોમાં ઠાકોર સેના દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ
Next articleગાંધીનગરમાં ચાર દિવસીય રાજયકક્ષા નવરાત્રી રાસ- ગરબા સ્પર્ધાનો પ્રારંભ