એસ-૪૦૦ મિસાઇલ ડીલ અંગે આજે ફેંસલો થઇ શકે

701

રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટિન આજે મોડી સાંજે બે દિવસના પ્રવાસે ભારત આવી પહોંચ્યા હતા. ભારત આવ્યા બાદ તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આવતીકાલે યોજાનારી શિખર બેઠક પર તમામની નજર કેન્દ્રિત  થઇ ગઇ છે. આવતીકાલે યોજાનારી આ બેઠકમાં એસ-૪૦૦ મિસાઇલ ડીલના સંબંધમાં નિર્ણય કરવામાં આવી શકે છે. આવતીકાલે જ અમેરિકાને પણ આ ડીલના સંબંધમાં જવાબ મળી જશે. ભારત અને રશિયા વચ્ચેના સંબંધ પરસ્પર વિશ્વાસ પર આધારિત રહ્યા છે. તેમની વચ્ચેના સંબંધ વર્ષોથી તમામ પ્રકારની સ્થિતીમાં ખુબ મજબુત રહ્યા છે. અમેરિકાએ ચેતવણી આપતા કહ્યુ છે કે ભારત દ્વારા જે એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે તૈયાર છે તે અમેરિકાની પ્રતિબંધાત્મક હદમાં આવે છે.

જો કે આ અમેરિકાની ધમકી તરફ બંને દેશો ધ્યાન આપે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. બંને નેતાઓ વચ્ચેની વાતચીતમાં દ્ધિપક્ષીય સંબંધોને વધુ મજબુત કરવાના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી શકે છે. સંરક્ષણ જાણકાર લોકોનુ કહેવુ છે કે અમેરિકા ઇચ્છે છે કે ભારત રશિયા સાથે આ સમજુતી ન કરે પરંતુ ભારત સમજુતી માટે તૈયાર છે. ભારત દ્વારા કઇ દિશામાં પહેલ કરવામાં આવે છે તેના પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. રશિયાના પ્રમુખ પુટિન આજે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. આવતીકાલે તેઓ જુદા જુદા કાર્યક્રમમાં વ્યસ્ત રહેશે. જો કે તમામની નજર તો મોદી-પુટિનની બેઠક પર કેન્દ્રિત રહેશે. ભારત અને રશિયા વચ્ચેના સંબંધને જોતા આ સમજુતી ચોક્કસપણે થઇ શકે છે. હાલના વર્ષોમાં ભારતની મિત્રતા અમેરિકા સાથે મજબુત થઇ છે.

Previous articleઇન્ડોનેશિયા ભૂકંપ : મૃતાંક વધી ૧૪૩૦, ઘણા લાપત્તા
Next article૪૭.૩ અબજ ડોલર સાથે મુકેશ અંબાણી સૌથી અમીર ભારતીય