નવા બાંધકામની લડાઈમાં હિલ સ્ટેશન માઉન્ટ આબુ ત્રીજા દિવસે બંધ

1283

પ્રવાસન સ્થળ માઉન્ટ આબુ સતત ત્રીજા દિવસે પણ સમારકામ અને બાંધકામની મંજૂરીના મુદ્દે બંધ રહ્યું છે. છેલ્લા ૨૫ વર્ષથી બિલ્ડિંગ બાયલોગ માટે બુધવારથી આબુવાસીઓ બંધ પાળી રહ્યા છે. જેના પગલે માર્ગો સૂમસામ બન્યું છે. ગુરુવારે લોકો એ રેલી યોજી તંત્રને પોતાની વિવિધ માંગો સાથેનું આવેદન પત્ર આપ્યું હતું. શહેરમાં બંધ દરમિયાન કોઈ ઘટનાના બને તે માટે પોલીસ સુરક્ષા ગોઠવાઈ છે.

સતત ત્રણ દિવસથી માઉન્ટ આબુ બંધ છે. બંધનું એલાન આપનાર સંઘર્ષ સમિતિએ પ્રવાસીઓને આબુની મુલાકાત ન લેવા માટે વિનંતી કરી છે. પરેશાન ન થવું પડે તે માટે પ્રવાસીઓ આબુ આવવાનું ટાળવું તેમ જણાવ્યું છે.

પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં છેલ્લા ૨૫ વર્ષથી સરકાર દ્વારા નવા જુના બાંધકામ પર રોક લગાવવામાં આવી હોવાથી લોકો એ મજબુરીથી જર્જરિત મકાનોમાં ભય તળે ગુજરાન ચલાવવું પડે છે. જોકે આ મુદ્દે અવારનવાર સરકાર અને તંત્રને લેખિત મૌખિક રજુઆત કરવા છતાં પરિણામ ના આવતા બુધવારથી લોકોએ અચોક્કસની મુદ્દત માટે બંધનો નિર્ણય લીધો હતો. જોકે બંધ દરમિયાન નાના-મોટા તમામ વેપારીઓ એ સમર્થન આપતા બીજા દિવસે પણ સફળતા મળી હતી. ગુરુવારે લોકો દ્વારા ગામ ના જાહેર માર્ગ પર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી તંત્રને માંગો સાથેનું આવેદન આપ્યું હતું.

સરકાર દ્વારા પાલિકા અધ્યક્ષ અને ધારાસભ્યને એક પત્ર અપાયો હતો. જેમાં વન વિભાગના અભિપ્રાય બાદ નિર્ણય લેવાનું જણાવાયું હતું..જોકે લોકો સરકાર પાસે પોતાની માંગ પુરી કરવા મક્કમ બન્યા હતા.

Previous articleવિજ્ઞાનીઓને સૌરમંડળની બહાર પહેલો ચંદ્ર મળ્યો
Next articleદેશની આઝાદી માટે ભાજપ-આરએસએસ એ  બલિદાન આપ્યુ નથીઃ ખડગે