૪ દિવસમાં ડુબ્યા રૂ. ૯ લાખ કરોડ

743

શેરબજાર આજે ફરી એકવાર હચમચી ઉઠ્યું હતું. સતત ત્રીજા દિવસે ઘટાડાનો દોર જારી રહ્યો હતો. શુક્રવારના દિવસે પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ બજારમાં હાહાકાર મચાવ્યો હતો. મુંબઈ સ્ટોક એક્સચેંજના ૩૦ શેર સેંસેક્સમાં ૭૯૨ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. આની સાથે જ સેંસેક્સ ૨.૨૫ ટકા અથવા તો ૭૯૨ પોઇન્ટ ઘટીને ૩૪૩૭૭ની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી ૨૮૩ પોઇન્ટ ઘટીને અથવા તો ૨.૬૭ ટકા ઘટીને ૧૦૩૧૬ની સપાટીએ રહ્યો હતો.

ગુરૂવારે બજારમાં ચાલેલી વેચાવલીને કારણે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલા ઈઝેશન રૂ.૫,૦૨,૮૯૫.૯૭ કરોડ તુટીને રૂ. ૧,૪૦,૩૯,૭૪૨.૯૨ કરોડ પર પહોંચી ગયું હતું. આજે, શુક્રવારે બજાર વધુ તુટી જવાને કારણે કંપનીઓનું માર્કેટ કેપ વધુ રૂ.૩,૭૯,૧૨૪.૭ તુટીને રૂ. ૧,૩૬,૬૦,૬૧૮.૨૨ પર પહોંચ્યું હતું. એક સપ્તાહનો કુલ આંકડો જોઈએ તો ચાલુ સપ્તાહમાં શેરબજારમાં રોકાણકારોને રૂ.૮.૮૨ લાખ કરોડથી પણ વધુનું નુકસાન થયું છે.

વેચવાલીનો અંદાજ આનાથી લગાવી શકાય છે કે, બીએસઈમાં લિસ્ટેડ ૭૦.૧૨ ટકા એટલે કે ૧૯૫૦ શેર ઘટીને બંધ રહ્યા હતા. માત્ર ૨૫.૨૧ ટકા અથવા તો ૭૦૧ શેર તેજીમાં રહ્યા હતા. એનએસઈમાં ૧૩૫૯ શેર મંદીમાં રહ્યા હતા અને ૪૦૨ શેર તેજીમાં રહ્યા હતા. સેંસેક્સમાં ૩૧ શેર પૈકી માત્ર ચાર શેર તેજી રહ્યા હતા. ૨૭ શેરમાં ઘટાડો થયો હતો.

નિફ્ટીના ૪૨ શેર મંદીમાં રહ્યા હતા. માત્ર આઠ શેર તેજીમાં રહ્યા હતા. આજે પણ ઓએનજીસીના શેરમાં ૧૫.૯૩, રિલાયન્સ ૬.૩૧, અદાણી ૫.૩૬, એસબીઆઈમા ૪.૭૩, ભારતી એરટેલમાં ૪.૨૭, મારુતિમાં ૪.૧૮, યશ બેંકમાં ૪.૧૬ ટકા ઘટાડો રહ્યો હતો. જ્યારે નિફ્ટીમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં ૨૪.૫૦, બીપીસીએલમાં ૧૯.૬૦, આઈઓસીમાં ૧૬.૨૫, ઓએનજીસીમાં ૧૪.૬૮, ગેઇલમાં ૧૦.૩૦, બજાજ ફાઈનાન્સમાં ૯.૮૩, રિલાયન્સમાં ૬.૫૩ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. ક્રૂડની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. રૂપિયામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં રોકાણકારોમાં ભાગદોડ મચી ગઈ છે. શેરબજાર આજે સતત ત્રીજા દિવસે પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા કારોબારીઓ હચમચી ઉઠ્યા હતા. દલાલ સ્ટ્રીટ જુદા જુદા પરિબળોના કારણે હચમચી ઉઠતા કોર્પોરેટ જગતમાં પણ તેની ચર્ચા જોવા મળી હતી. ગઇકાલે ગુરૂવારના દિવસે  સેંસેક્સમાં ૮૦૬ પોઇન્ટનો રેકોર્ડ કડાકો બોલી ગયો હતો. જેથી તેની સપાટી ૩૫૧૬૯ રહી હતી. નિફ્ટી ૨૫૯ પોઇન્ટ ઘટીને ૧૦૫૯૯ની નીચી સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં બુધવાર અને ગુરુવારના દિવસે મળીને બે દિવસના ગાળામાં ૧૩૫૭ પોઇન્ટનો ઉલ્લેખનીય ઘટાડો થઇ ચુક્યો છે. આજે તેમાં વધુ ૭૯૨ પોઇન્ટનો ઘટાડો થયો હતો. ઇરાન ઉપર અમેરિકાએ પ્રતિબંધ મુક્યા બાદ ક્રૂડની કિંમતના ભાવ ઝડપથી વધી રહ્યા છે. શેરબજારમાં આજે ફરી એકવાર હાહાકારની સ્થિતિ રહી હતી.ફેબ્રુઆરી ૨૦૧૬ બાદથી દલાલસ્ટ્રીટ માટે સપ્ટેમ્બર મહિનાની સ્થિતિ સૌથી ખરાબ રહી હતી. આ ગાળા દરમિયાન સેંસેક્સમાં ૨૪૧૮ પોઇન્ટનો ઘટાડો થયો હતો. અથવા તો ૬.૨૬ ટકા સુધીનો ઘટાડો થયો હતો. નિફ્ટીમાં ૭૫૦ પોઇન્ટ અથવા તો ૬.૪૨ ટકાનો ઘટાડો થયો હતો. ભારતની સર્વિસ સેક્ટરની ગતિવિધિ ઓગસ્ટ મહિનામાં જુલાઈની સરખામણીમાં ધીમી રહી છે. જુલાઈમાં ૨૧ મહિનાની ઉંચી સપાટી જોવા મળી હતી. શેરબજારમાં સતત ઘટાડાના પરિણામ સ્વરુપે કારોબારી હચમચી ઉઠ્યા છે.

Previous articleભારત-રશિયા વચ્ચે એસ-૪૦૦, અન્ય આઠ સમજૂતિ પર હસ્તાક્ષર
Next articleરામ મંદિર માટે કાયદો લાવે ભાજપ સરકાર નહી તો ૨૦૧૯માં હારવા તૈયાર રહેઃ સંત સમિતિ