ગ્રીનસીટી દ્વારા જવાહર મેદાન પાસે ર૧ પેન્ટાફોરમ વૃક્ષોનું વૃક્ષારોપણ

837

ગ્રીનસીટી દ્વારા શહેરના જુદા- જુદા વિસ્તારોમાં અલગ-અલગ વૃક્ષોનું વૃક્ષારોપણ સતત ચાલુ છે. ઘોઘા રોડ પર લીમડાના ર૧ વૃક્ષો, જવેલ્સ સર્કલ પાસે ૧૧૧ સપ્તપર્ણીના વૃક્ષો, રબ્બર ફેકટરી પાસે ૧ર૧ હનુમાન ચંપ અને જવાહર મેદાનની આજુબાજુ પ૧ પેન્ટાફોરમના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આ સિવાય દેવબાગ પાસે જોગર્સપાર્કની બહારની બાજુએ ૧૧૧ જુદા-જુદા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. દક્ષિણામુર્તિની ગલી તથા વિદ્યાનગર ખાતે ૧૦૧ વૃક્ષો નાખવામાં આવ્યા છે. દરેક નાખેલા વૃક્ષોનું ખૂબ જ કાળજીપુર્વક જતન થઈ રહ્યું છે. અને નિયમિત પાણી દરેક વૃક્ષોને અપાય રહ્યું છે. ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ તેમજ ઝાયલો કારમાં કેરબા લઈ જઈ જાતે પાણી પાઈ રહ્યા છે. ઉપરાંત આખો દિવસ પાણી પાવા માટે ટેન્કરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેના દ્વારા દરેક વૃક્ષોને પાણી અપાય રહ્યું છે. વૃક્ષારોપણ કરવામાં આવેલ દરેક વૃક્ષો પર દેવેનભાઈ જાતે જ દેખરેખ રાખી રહ્યા છે. અને દેવેનભાઈના કહેવા પ્રમાણે તેઓ એક પણ વૃક્ષ પાણી વિના સુકાવા દેતા નથી. દરેક વૃક્ષ ટ્રી-ગાર્ડમાં ઉછી રહ્યું છે.

આજરોજ ડો. શૈલેષભાઈ જાનીના સૌજન્યથી જવાહર મેદાન પાસેના રોડની બંને બાજુએ ર૧ પેન્ટાફોરમ વૃક્ષોનું વૃક્ષારોપણ ડો. શૈલેષભાઈ જાનીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણમાં ગ્રીનસીટીના દેવેનભાઈ શેટઠ, અચ્યુતભાઈ મહેતા, મેઘાબેન જોશી, કેવલ પંડયા, કમલેશભાઈ શેઠ, ઝેક ઝાલા, અર્જુનભાઈ માવાણી તથા અલકાબેન મહેતા હાજર રહ્યા હતાં.

Previous articleવિકટર પ્રા.શાળામાં વાનગી સ્પર્ધા યોજાઈ
Next articleતરણ સ્પર્ધામાં પ્રથમ વિજેતા