વિપક્ષના નેતાની વરણી કરવામાં વિલંબ થતા અડધો ડઝન કોંગી નગરસેવકોમાં અકળામણ

1150

ભાવનગર મહાનગર પાલિકા કોંગી પાર્ટીના નેતા પદ્દની વરણીનો પ્રશ્ન કોંગી નગર સેવકોની ધીરજ ખુટે તેટલો સમય પસાર થયો છે ત્યારે સેવકોમાં અકળામણ ઉભી થાય તે સ્વભાવીક બને છે.

મહાનગર સેવા સદન કોંગી કાર્યાલય ખાતે અર્ધો ડઝન ઉપરાંતના નગરસેવકોએ આજે મૌન તોડીને કેટલીક પેટ છુટી વાતો કરી હતી. કોંગી કાર્યાલય ખાતે નગરસેવકોએ લોક સંસારના પ્રતિનિધિ સાથેની કેટલાંક એવી વાત કરી કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો નેતા પદ્દના મુદ્દા માટે કોંગીના નગર સેવકોને સાંભળવા આવ્યા પછી ૩૯ દિવસો પસાર થયા છતા પ્રદેશ હોદ્દેદારો આ દિશામાં નિર્ણય કરી શકી નથી કોકડુ કયાં અટવાયુ છે તેની તરેહ-તરેહની વાતો થાય પરંતુ નેતા નિમવાનો ચોકકસ નિર્ણય કરી શકી નથી તે હિકકત છે આ માટે અમારે શું સમજવુ એ પણ અમારા સેવકો માટે ચર્ચાનો વિષય બની રહ્યો છે, તેવી ઘણી-ઘણી વાતો સેવકોએ આજે કરી હતી.

નેતા માટેના દાવેદાર એવા સિનિયર કોંગી સેવક ઈકબાલ આરબે એવુ વિધાન કર્યુ કે, નેતાની નિમણુંક કરી તે વાતમાં લાંબો સમય પાસર થાય તે વ્યાજબી નથી નિર્ણય ઝડપી થવો જોવે તેમ મારૂ સ્પષ્ટ માનવુ છે. નગરસેવક જીતુભાઈ સોલંકીએ નેતા પદ્દની વરણી મુદ્દે એવી વાત કરી કે, નેતા માટેનો નિર્ણય કરવામાં પ્રદેશે ઘણુ મોડુ કર્યુ છે, હવે નિર્ણય ઝડપી કરવો જોવે. દંડક અને પૂર્વ મેયર પારૂલબેન ત્રિવેદીએ એવી ટકોર કરી કે, નેતા ગમે તેને મકે પ્રદેશનો નિર્ણય અમારા માટે શીરો માન્ય ગણાશે.

બોર્ડમાં કોઈ પણ પ્રશ્ને બોલવા ઉભા થાય ત્યારે સમગ્ર બોર્ડનું તેમના તરફ ધ્યાન કેન્દ્રીત થાય છે, તેવા નગરસેવક અરવિંદ પરમારે બોર્ડમાં ખુલી રીતે બોલનારે નેતા પદની વરણી કરવાના મુદ્દે ગોળ ગોળ વાત કરી નેતાની વરણી માટે સેવકો સમજી શકે તેવી સ્પષ્ટ વાત કરી નોતી પણ હું નેતા પદની દાવેદારીમાં છુ તેવુ વિધાન કરી નાખ્યું હતુ. બોર્ડમાં બીપીએલ કાર્ડથી માંડીને સરકારની યોજના મુદ્દે તંત્ર સામે રજુઆત કરતા કુંભારવાડાના નગરસેવક હિમતભાઈ મેણીયાએ કહ્યુ હતુ કે, નેતા કોને બનાવવો તે નિર્ણય અમે નથી કરતા રજુઆતએ કરીએ છીએ નેતા બનાવવાનો નિર્ણય તો પ્રદેશ કક્ષાએથી જ થતો હોય છે એટલે આ મુદ્દે વધુ મારે કાઈ કેવાનુ નથી પણ વાતમાં એવી ટકોર પણ કરી દિધી કે, પાર્ટીએ નિર્ણય કરવામાં ઘણો વિલંબ કર્યો છે. ચિત્રા વિસ્તારના નગરસેવક કાંતિભાઈ ગોહિલે એવી વાત જણાવી કે, પ્રદેશ કોંગ્રેસે નેતાની વરણી કરવામાં તાત્કાલીક નિર્ણય કરવો જોવે તેવુ મારૂ સ્પષ્ટ માનવું થાય છે. કોંગીના નગરસેવક ઘનશ્યામભાઈ ચુડાસમાએ હું નેતા પદનો દાવેદાર નથી એટલે વધુ મારે કોઈ કેવાની જરૂર નથી. સેવા સદન ખાતે કોંગી કાર્યાલયમાં નેતા જયદિપસિંહ ગોહિલની ગેર હાજરીમાં સેવકોએ પોતાની કેટલીક વાતો દિલ ખોલીને કરી આ વાતો હતી નેતા પદની જલ્દી વરણી કરોની દર વખતના બોર્ડમાં શાસકોને ભીડવવા માટેની ચોકસાઈ પુર્વકની કાનુની મુદ્દાનો સહારો લઈને ધારદાર રજુઆત કરનાર રહિમ કુરેશી સેવા સદનમાં હોવા છતા કોંગી કાર્યાલયમાં દેખા ન દેતા તેમનો અભિપ્રાય જાણી કાયો નથી પરંતુ તેઓ પણ નેતા પદ માટેની લાઈનમાં હોવાનો નિર્દેશ થાય છે.

Previous articleઅક્ષરવાડીમાં મહિલા દિનની ઉજવણી
Next articleવૃધ્ધનું અપહરણ કરી લૂંટ ચલાવનાર બે શખ્સો જબ્બે