ખંભલાય માતાજીના મંદિરે ત્રીજા નોરતે માતાજીના યંત્રમ્‌ દર્શનનું આયોજન

962

માંડલ ખાતે આવેલા ખંભલાય માતાજીના મંદિરે આગામી દિવસોમાં યોજાનારા ખંભલાય યંત્રમ્‌ અને દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

માંના ચરણ કમળમાં આસો સુદ ત્રીજ, તા.૧૪-૧૦-ર૦૦૭ને ગુરૂવારના રોજ સુવર્ણમાંથી નિર્મિત ખંભલાય યંત્રમ્‌ની પ્રાણ પ્રતિષ્ઠામાંના લાખો નિર્વાણ મંત્ર સાથે સંપન્ન કરવામાં આવી હતી. આ પરમ શક્તિશાળી ખંભલાય યંત્રમ્‌ની પૂજા અને દર્શન વર્ષમાં માત્ર એક જ દિવસ થઈ શકે છે. જે પરમ પવિત્ર દિવસ આ વર્ષે તા.૧ર-૧૦-ર૦૧૮ શુક્રવાર આસો સુદ ત્રીજ (નવરાત્રિના ત્રીજા નોરતે) આવશે. આ દિવસનો લાભ લેવા માંગતા સગોત્રી ભાઈઓએ આગલા દિવસે માંડલ ધામ ખાતે પહોંચી તેમજ આ ઉપરાંત આસો સુદ-આઠમના દિવસે માતાજીના એક હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હોય આ હવનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

Previous articleનવરાત્રી વેકેશન : રાજય સરકારની મહત્વની સ્પષ્ટતા, શાળાઓ તેમની સવલત અનુસાર નિર્ણય લઈ શકશે
Next articleમહુવાની બેલુર વિદ્યાલયનું ખેલ મહાકુંભમાં જિલ્લામાં શ્રેષ્ઠ પ્રદર્શન