૧ દિવસની રાહત બાદ પેટ્રોલમાં ૧૮ પૈસા અને ડીઝલમાં ૨૯ પૈસાનો વધારો

791

કેન્દ્ર સરકાર અને કેટલીક રાજ્ય સરકારો દ્વારા તેલની કિંમતમાં રાહત આપવામાં આવ્યાના એક દિવસ બાદ જ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો હતો. આજે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૧૮ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારાની સાથે જ દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને ૮૧.૬૮ થઇ ગઇ હતી. ડીઝલની કિંમત ૨૯ પૈસા વધીને ૭૩.૨૪ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ હતી. મુંબઇની વાત કરવામાં આવે તો પેટ્રોલની કિંમત ૧૮ પૈસા વધીને ૮૭.૧૫ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ હતી.

અત્રે નોંધનીય છે કે ચોથી ઓક્ટોબરના દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ ઘટાડો કર્યો હતો.  અત્રે નોંધનીય છે કે, ભારત દ્વારા તેની ક્રૂડ ઓઇલ પૈકીની ૮૦ ટકાની આયાત કરે છે. હાલમાં ક્રૂડની કિંમત વધતા અને ડોલરની સરખામણીમાં રૂપિયામાં ઘટાડો થતાં કંપનીઓ માટે ક્રૂડની આયાત મોંઘી થઇ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાના કારણે તમામ રાજ્યો પર દબાણ આવી રહ્યુ હતું.  મોદી સરકારથી મધ્યમ વર્ગ નાખુશ દેખાઈ રહ્યા હતા. અર્થશાસ્ત્રીઓ અને ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ માની રહ્યા હતા કે, આ વધતા જતા ભાવના કારણે મોદી સરકારને લોકસભાની ચૂંટણીમાં મોટી કિંમત ચુકવવી પડી શકે છે. કારણ કે મોટા ભાગની જીવન જરૂરી ચીજોની કિંમતમાં હાલમાં વધારો થયો છે. આનાકારણે તમામ લોકોના બજેટ બગડી ગયા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અવિરત વધારો જારી રહેલાત સરકાર પણ ચિંતાતુર છે.પેટ્રોલ અને  ડિઝલની કિંમતમાં લીટરદીઠ ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવાની નાણામંત્રી અરુણ જેટલીએ  ચોથી ઓક્ટોબરના દિવસે જાહેરાત કર્યા બાદ તરત જ ભાજપ શાસિત રાજ્યોમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં તેમના દ્વારા પણ ઘટાડાની શરૂઆત કરી દેવામાં આવી હતી. નાણામંત્રી અરુણ જેટલીએ રાજ્ય સરકારોને પણ આગળના પાનાનું ચાલુ)

પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો કરવા માટે કહ્યું હતું. નાણામંત્રીએ રાજ્યોને પણ આટલી જ કિંમતમાં ઘટાડો કરવા અપીલ કર્યા બાદ ભાજપ શાસિત રાજ્યોમાં તાત્કાલિક ઘટાડાનો દોર શરૂ થયો હતો. બજાર અને કરન્સી બજારમાં ઉથલપાથલ ચાલી રહી છે. કેટલાક પગલા પહેલાથી જ લેવામાં આવી ચુક્યા છે.  પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતોથી ચિંતાતુર બનેલી સરકારે અર્થવ્યવસ્થા પર પડનાર પ્રતિકુળ અસરને રોકવા માટે વિચારણા હાથ ધરી હતી. પેટ્રોલ ડીઝલની કિંમતમાં અગાઉ ચોથી ઓક્ટોબરના દિવસે સવારે વધારો કરવામાં આવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ક્રમશઃ સવારે ૧૫ અને ૨૦ પૈસાનો વધારો કરાયો હતો. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં હાલમાં અવિરત વધારાના પરિણામ સ્વરુપે લોકોની હાલત કફોડી બનેલી હતી.પેટ્રોલ અને ડીઝલ હજુ પણ રેકોર્ડ સ્તર પર છે. કૃષિ ક્ષેત્રમાં સૌથી વધારે ઉપયોગ ડિઝલનો કરવામાં આવે છે. ટ્રેક્ટરથી લઇને પંપસેટ તમામમાં ડીઝલનો ઉપયોગ કરવામાં આવે છે. ડીઝલની કિંમત વધવાથી આ તમામ ઉપર સીધી અસર થાય તેમ છે. ખેડૂતો ઉપર તેની માઠી અસર થઇ શકે છે.કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કર્યા બાદ અને રાજ્યોને પણ અપીલ કર્યા બાદ ભાજપ શાસિત રાજ્યોએ ઘટાડાની શરૂઆત કરી હતી. ગુજરાત, મહારાષ્ટ્ર, ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપરાંત છત્તીસગઢ, ત્રિપુરા અને ઝારખંડ, આસામ અને અન્ય રાજ્યોએ પણ ઘટાડો કરવાની શરૂઆત કરી હતી. છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહે પણ તાત્કાલિક ઘટાડો કર્યો હતો. મહારાષ્ટ્રમાં  ઘટાડો કરાયો હતો.

Previous articleબંગાળ : દુર્ગાપૂજા સમિતિને નાણાં ન આપવા માટે આદેશ
Next articleઆઈઆરસીટીસી કૌભાંડમાં રાબડીદેવી અને પુત્ર તેજસ્વી યાદવાને જામીન