જમ્મુ-કાશ્મીર : રામબાણમાં બસ ખીણમાં પડતા ૨૦ મોત

1212

જમ્મુ-કાશ્મીરના રામબાણ જિલ્લામાં આજે ભીષણ માર્ગ દુર્ઘટના થઈ હતી. જેમાં ૨૦ લોકોના મોત થઈ ગયા છે. શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ ઉપર એક મિની બસે કાબુ ગુમાવતા તે ખીણમાં ખાબકી ગઈ હતી. જેમાં ૨૦ લોકોના મોત થઈ ચુક્યા છે. આ મિની બસમાં કુલ ૩૩ લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો પૈકી ૧૩ લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી છે. ઘાયલ થયેલા લોકોને ઉધમપુર સ્થિત લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રામબાણ જિલ્લાના એસએસપી અનિતા શર્માએ આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે બનિહાલથી રામબાણ તરફ જતી મિની બસ જેકે-૧૯ ૧૫૯૩ હાઈવે નજીક સ્થિત કેલામોથ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ ઘટના બાદ ૧૫ લોકોના તરત જ મોત થયા હતા. જ્યારે અન્ય ૧૭ લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. અકસ્માતની માહિતી મળતાની સાથે જ તંત્રના અધિકારીઓ તરત  ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી. જવાનોને પણ મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. દુર્ઘટના બાદ હજુ ુસધી ૧૦ લોકોને સેનાના ઉધમપુર સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને હેલિકોપ્ટર મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાકીના લોકો માટે પણ હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગમખ્વાર અકસ્માત બાદ મૃત્યુ પામેલા લોકોની ઓળખવિધિ કરવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હજુ સુધી મૃતકોની ઓળખ કરી શકાઈ નથી. બીજી બાજુ અકસ્માત બાદ ઘટના સ્થળેથી જે ફોન નંબર અને માહિતી મળી છે તે આધારે સગા સંબંધીઓને પણ જાણ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી ગમખ્વાર અકસ્માતોનો સીલસીલો જારી રહ્યો છે.

Previous articleખેડૂતોને જેલભેગા કરાય છે જ્યારે માલ્યા સ્વતંત્ર ફરે છે
Next articleરૂપિયા પર લગામ રાખવી અમારૂં કામ નહી, તે માર્કેટ પર નિર્ભર કરે છે : ઉર્જીત પટેલ