વેરાવળ ખાતે  કારકિર્દી સપ્તાહનો થયેલો પ્રારંભ

1056
guj952017-1.jpg

ગીર સોમનાથ જિલ્લાના વિધાર્થીઓને શિક્ષણક્ષેત્રે ઉપયોગી માર્ગદર્શન મળી રહે તે માટે આજે મણીબેન કોટક હાઈસ્કુલ વેરાવળ ખાતે કારકીર્દી સપ્તાહનો પ્રારંભ કરાયો હતો. રોજગાર કચેરી, શિક્ષણાધિકારીની કચેરી અને માહિતી કચેરી ગીર સોમનાથ દ્રારા આયોજીત કારકિર્દી સપ્તાહમાં શિક્ષણક્ષેત્રના તજજ્ઞોએ બાળકોને સફળ કારકિર્દીલક્ષી ઉપયોગી માર્ગદર્શન આપ્યું  હતું.    
આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારી કાનપરીયાએ જણાવ્યું હતું કે, એકી સાથે ધણા વિધાર્થીઓને કારકિર્દીલક્ષી માર્ગદર્શન મળી રહે તે માટે કારકિર્દી સપ્તાહનું આયોજન કરાયું છે. જેના માધ્યમથી વિધાર્થીઓને શિક્ષણ તરફ સાચી દિશા મળી રહેશે. મણીબેન કોટક હાઈસ્કુલના આચાર્યશ્રી જોષીએ કહ્યું હતું કે, આજના ડીજીટલ ઈન્ડીયાના ડીજીટલ યુગમાં વિધાર્થીઓને શિક્ષણ જગતની માહિતી સરળતાથી મળી રહે છે અને વિધાર્થીઓએ નાનપણ થી જ શિક્ષણ તરફ રૂચી રાખવા જણાવાયું હતું. ચોકસી કોલેજના પ્રધ્યાપક ડો.નીતીનભાઈ સુબાએ શિક્ષણથી સારી કારકિર્દી બનાવવાની વિપુલ તક ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. કેરીયર કાઉન્સેલર હંસાબેન ભાલારાએ સરકાર દ્રારા યોજાતા ભરતી મેળાની માહિતી આપી જણાવ્યું હતું કે, શિક્ષિત બેરાજગાર વિધાર્થીઓ માટે રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કરવામાં આવે છે ત્યારબાદ લાયકાત ધરાવતા વિધાર્થીઓને ભરતી મેળાનો લાભ આપવા જાણ કરી રોજગારીની તક આપવામાં આવે છે. જેમાં નામ નોંધણી કરાવી લેવા જણાવ્યું છે.  આ પ્રસંગે રોજગાર કચેરીનો સ્ટાફ, સ્કુલના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ સહભાગી થયા હતા.

Previous article રાજુલાના નિંગાળા ગામે યોજાયેલા સેવા સેતુમાં ૧૭૬૯ પ્રશ્નોનો નિકાલ
Next article ભાવનગર-ઘોઘામાં તમાકુની બનાવટ વેચતા વેપારીઓને ત્યાં ચેકીંગ કરાયું