વેંકટેશ પ્રસાદ અફઘાન પ્રીમિયર લીગની ટીમના કોચની કામગીરી બજાવશે

0
697

ભારતનો ભૂતપૂર્વ સીમર અને બૉલિંગ કોચ વેંક્ટેશ પ્રસાદ અફઘાનિસ્તાન પ્રીમિયર લીગ (એ. પી. એલ.)માં નાનગરહરની ટીમનો મુખ્ય કોચ હશે.

એ. પી. એલ. સ્પર્ધા ૫મી ઑક્ટોબરથી યોજાનાર છે જેના પ્રથમ વર્ષમાં નાનગરહર લીઓપાર્ડસ કાબુલ ઝવાનન, પક્ટીયા પેન્થર્સ, બલ્ખ લિજેન્ડ્‌ અને કનડાહર નાઈટસ મળી પાંચ ટીમ ભાગ લેશે.

નાનગરહરની ટીમનું નેતૃત્વ વેસ્ટ ઈન્ડિઝનો ઓલ-રાઉન્ડર એન્ડ્રે રસેલ કરશે અને અફઘાનિસ્તાનનો મુખ્ય ક્રિકેટ સિતારો રશીદ ખાન કાબુલ ઝવાનનની ટીમનું સુકાન સંભાળશે.

પાકિસ્તાનનો પીઢ શાહીદ આફ્રિદી પક્ટીયા પેન્થર્સની આગેવાની લેશે તથા અફઘાનનો ઓલ-રાઉન્ડર મોહંમદ નબી બલ્ખ લિજેન્ડ્‌સનો સુકાની હશે. ન્યૂ ઝીલેન્ડનો બ્રેન્ડન મેક્‌ુલમ કનડાહર નાઈટસની આગેવાની લેશે.

પણ, સૌથી વધુ આકર્ષણ ક્રિસ ગેઈલ બનશે જે બલ્ખ લેજન્ડ્‌સની ટીમ વતી રમનાર છે. અન્ય કેટલાક ટોચના ખેલાડી પણ સ્પર્ધામાં ભાગ લેનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here