સમગ્ર વિદેશ ટૂર દરમિયાન પત્નીઓને સાથે રહેવાની મંજૂરી મળેઃ કોહલી

1589

વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને અનુરોધ કર્યો છે કે ખેલાડીઓની પત્નીઓને વિદેશી ટૂર સમયે પૂરાં સમય સુધી સાથે રહેવાની મંજૂરી મળે. કોહલીની આ માગ અંગે બીસીસીઆઈના સીઓએના એક અધિકારીએ કહ્યું કે, “હાં, તેઓએ આ પ્રકારની માંગ કરી છે. પરંતુ અમે ઉતાવળે કોઈ નિર્ણય નથી લેવા માંગતા. અમે કહ્યું કે આ અરજીને અમે પદાધિકારીઓ સુધી પહોંચાડી દઈશું. નીતિઓમાં હાલ કોઈ ફેરફાર નહીં થાય.”

વર્તમાન નિયમો મુજબ વિદેશી ટૂર પર પત્નીઓને બે અઠવાડીયા સુધી જ સાથે રહી શકે છે. કોહલીએ આ મુદ્દો બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીઓની સામે ઉઠાવ્યો છે. અધિકારીએ આ માંગને વિનોદ રાય અને ડાયનાની અધ્યક્ષતાવાળી સીઈઓ સુધી પહોંચાડી દીધી છે.

મીડિયા રિપોટ્‌સ મુજબ, આ બીસીસીઆઈનો નીતિગત નિર્ણય છે. સીઓએ નવા બીસીસીઆઈની રચના સુધી આ મુદ્દે મૌન રહી શકે છે. ખેલાડીઓ સાથે વિદેશ જતી ખેલાડીઓની પત્નીનો મુદ્દો વારંવાર ઉઠાવવામાં આવે છે. ક્રિકેટના જાણકારો વચ્ચે આ મુદ્દે સહમતી નથી.

Previous articleપાકિસ્તાન સામે દુબઈમાં ટી-૨૦ મેચોમાં ઑસ્ટ્રે.નો કેપ્ટન તરીકે એરોન ફિન્ચની નિમણુક
Next articleસંત શિરોમણી બ્રહ્મલીન ગોપાલાનંદ બાપુને  ભાવાંજલિ અર્પણ કરતા વિજયભાઈ રૂપાણી