ખેલમહાકુંભમાં મોટી પાણીયાળી ગામની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ઠ દેખાવ

833

પાલીતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ.શાળાના ખેલાડીઓએ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભની મહુવા નગરપાલીકાના સ્નાનાગાર ખાતે યોજાયેલ તરણ સ્પર્ધાની અલગ-અલગ ઈવેન્ટમાં તેમના કોચ અને શાળાના આચાર્ય બી.એ.વાળાના માર્ગદર્શન હેઠળ જોરદાર પ્રદર્શન કરતા પાંચ ખેલાડીએ પ્રથમ નંબર, ચાર ખેલાડીએ બીજો નંબર અને પાંચ ખેલાડીએ ત્રીજો નંબર મેળવી જીલ્લા કક્ષાની સ્પર્ધામાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે શાળાની વિદ્યાર્થીની ગોહિલ રધિકાબેન રવજીભાઈના પિતાજીનું બે દિવસ પહેલા જ દુઃખદ અવસાન થયું હતું તેને હિંમત આપી આચાર્ય બી.એ.વાળા સ્પર્ધામાં લઈ ગયા હતાં. દિકરીએ શાનદાર પ્રદર્શન કરતા ૧૦૦ મીટર ફ્રી સ્ટાઈલ, ૪૦૦ મીટર ફ્રી સ્ટાઈલ, ૧૦૦ મીટર બેક સ્ટ્રીક એમ ત્રણ વિભાગમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. અંડર-૧૪ ખેલાડીઓ ૧ થી ૩ નંબર મેળવી કુલ ર૮ હજાર રૂપયાના ઈનામોના હકદાર બન્યા છે. શાળા એસ.એમ.સી. કમિટિ તથા શાળા પરિવારે ખુબ ખુબ અભિનંદન પાઠવેલ છે. પ્રથમ અને બીજો નંબર મેળવનાર ખેલાડી આગામી દિવસોમાં રાજયકક્ષાએ રમવા જશે.

 

Previous articleલાઠીમાં રાત્રી સભા – સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ
Next articleમહુવા તાલુકા કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમ યોજાયો