મોટી રાજસ્થળી કલસ્ટરમાં કલા ઉત્સવ ઉજવણી કરવામાં આવી

0
256

પાલિતાણા તાલુકાના મોટી રાજસ્થળી કલસ્ટરની સેંજળિયા પ્રાથમિક શાળામાં મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મ જયંતિની ઉજવણીના અનુસંઘાને કલસ્ટર કક્ષાના કલા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે ચિત્ર સ્પર્ધા, કાવ્ય રચના સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી રાજસ્થળી કલસ્ટરની તમામ શાળાઓમાંથી શાળા કક્ષાએથી વિઝેતા વિદ્યાર્થીઓએ કલસ્ટર કક્ષાની સ્પર્ધા ભાગ લીધો હતો. કલસ્ટર કક્ષાની સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. મોટી રાજસ્થળી કલસ્ટરની આચાર્ય કલ્પેશભાઈ દવે, મોટી રાજસ્થળી કલસ્ટરના સી.આર.સી.કો. ઓર્ડીનેટર વિજયભાઈ ગોસ્વામી, કલસ્ટરની તમામ શાળાઓમાંથી માર્ગદર્શક શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન સેંજળિયા પ્રાથમિક શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ ભાવડાએ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here