રાજુલાના કોંગી ધારાસભ્ય ડેરના આક્ષેપો પાયા વિહોણા..!

1135

તાજેતરમાં ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા જુલા તેના ફાર્મ હાઉસ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં અંબરીષભાઈ ડેર દ્વારા ભાજપ વિરૂધ્ધ કરાયેલ તમામ આક્ષેપો તદ્દન પાયા વિહોણા છે.  શુ રાજુલા જારાફબાદ ખાંભા ૯૮ વિધાનસભામાં નેતાએ જેણે ર૦-ર૦ વર્ષથી જંગી બહુમતીથી ચૂંટાઈ આવતા હોય અને તેના જ દ્વારા ત્રણેય તાલુકામાં થયેલ કરોડો રૂપિયાના થયેલ વિકાસના કામો શું અંબરીષભાઈને નથી દેખાતા? જનતાને ગેર માર્ગે દોરી હાંસલ કરેલ ધારાસભ્ય પદને આજે ૮-૮ મહિના થયા અને ચૂંટણી પહેલા અંબરીષભાઈ ડેરના ૧ર મુદ્દાઓ જનતા સમક્ષ મુકેલ તેમાથી એક પણ મુદ્દાનું કામ કયાં કર્યું છે તે હવે જનતા જાણી ગયેલ છે અને રાજુલા ખાતે હોસ્પિટલમાં બ્લ્ડ સ્ટોરેજનો મુદ્દો પત્રકાર સમક્ષ મુકયો કે બ્લડ સ્ટોરેજ અમરેલી શિવાય કયાય ન હોવાથી રાજય સરકારમાં અને ખાસ કરીને સજય આરોગ્યમંત્રી કુમારભાઈ કાનાણીને રાજુલા જાફરાબાદ ખાંભાની જનતાને કોઈ અકસ્માત કે કોઈ કારણોસર જનતાને તાત્કાલિક લોહીની જરૂર પડે તો પણ અમરેલી, મહુવા હનુમંત હોસ્પિટલ કે ભાવનગર સુધી જવું પડે છે. અને ત્યાં પહોંચતા પેલા દર્દીને લોહી શરીરમાંથી હવી જવાથી મોતને ભેટતા હોય છે. એ માટે રાજુલા જનરલ હોસ્પિટલને બ્લડ સ્ટોરેજ મળે તેમ ાટે સતત એક વર્ષથી કરેલ રજુઆતોને આખરે અરોગ્ય મંત્રી સાથે પુર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકીની રજુઆતથી મંજુર કરી બ્લડ સ્ટોરેજ સેન્ટરને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જે તા. ર-૧૦ના રોજ બ્લ્ડ સ્ટોરેજ સેન્ટરનું ઓપનીંગ લોકાર્પણ થવાનું જ હતું. પણ ટેન્કીકલ ખામીના કારણે થોડું લંબાવાયું છે. બીજુ કોંગ્રેસે તેના ૬૦ વર્ષના શાસનમાં એક વિજળી જનતાને આપી નથી શકી અને ભાજપ સરકાર સત્તામાં આવતાની સાથે ગામડે ગામડે જયોતિ ગ્રામ સહિતની પ્રાથમિક સવલતો ભાજપના રાજશાસનમાં પ્રજાજનોને ઉપલબ્ધ થઈ છે.

Previous articleમોટી રાજસ્થળી કલસ્ટરમાં કલા ઉત્સવ ઉજવણી કરવામાં આવી
Next articleરાજુલા ચેમ્બર ઓફ કોમર્સમાં પ્રમુખની વરણી