નક્સલવાદનો ટૂંક સમયમાં જ સફાયો કરાશે : રાજનાથ

1399

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આજે કેન્દ્રીય દળોના પરાક્રમની પ્રશંસા કરતા કહ્યું હતું કે, હવે ટૂંક સમયમાં જ દેશમાંથી નક્સલવાદ અને માઓવાદીનો સફાયો થઇ જશે. રાજનાથસિંહે કહ્યું હતું કે, પહેલા દેશના ૧૨૬ જિલ્લાઓમાં નક્સલવાદી ગતિવિધિ ચાલી રહી હતી. હવે આ સંખ્યા ઘટીને ૧૨થી ૧૫ જેટલી રહી ગઈ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, સુરક્ષા દળોની સામે નક્સલવાદીઓ દમ તોડી રહ્યા છે. ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌના બીજનોર સ્થિત શિબિરમાં આરએએફની ૨૬મી સ્થાપના દિવસના પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં રાજનાથસિંહે કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ સીઆરપીએફ અને આરએએફના પરાક્રમના કારણે દેશભરમાંથી નક્સલવાદ અને માઓવાદીઓનો સંપૂર્ણપણે સફાયો થઇ જશે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, આ કેન્દ્રીય દળોએ બીજા રાજ્યોની પોલીસની સાથે મળીને ભારતીય પ્રજાના મનમાં વિશ્વાસ સ્થાપિત કરવામાં સફળતા મેળવી છે. જ્યાં નક્સલવાદી ગતિવિધિ હતી અને વિકાસની કામગીરી પહોંચી ન હતી ત્યાં આ સુરક્ષા દળોએ નક્સલવાદીઓના મજબૂત ગઢને ાીરી હાથ ધરી છે. રાજનાથસિંહે કહ્યું હતું કે, પહેલા શહીદ જવાનોના પરિવારને ૪૫ લાખ રૂપિયા મળતા હતા પરંતુ અમારી સરકાર આવ્યા બાદ ખાતરી કરવામાં આવી રહી છે કે તેમને એક કરોડ રૂપિયાની રકમ આપવામાં આવે. જો કે, તેમણે કબૂલાત કરી હતી કે, જીવનની કિંમત જેટલી રકમ ક્યારે પણ વળતરની હોઈ શકે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે, આસામમાં એનઆરસીને લઇને આંદોલન થઇ રહ્યું હતું ત્યારે ત્યાં સીઆરપીએફને બોલાવવાની માંગ કરવામાં આવી હતી. કેરળમાં પુરના સમયે પણ સીઆરપીએફને બોલાવવાની માંગ ઉઠી હતી.

Previous articleજમ્મુ કાશ્મીરમાં રક્તપાત સર્જવા ૨૫૦ ત્રાસવાદીઓ સુસજ્જ થયા
Next articleપેટ્રોલ ૧૪ પૈસા- ડીઝલ ૩૧ પૈસા વધુ મોંઘુ બન્યું