સાઉદીના શાહી પરિવારની ટીકા કરનાર પત્રકારની હત્યા

736

સાઉદી અરેબિયાના શાહી પરિવારના પ્રખર ટીકાકાર એક જાણીતા પત્રકારની હત્યા થઇ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તુર્કીની પોલીસે કહ્યું કે, ઇસ્તાનબુલમાં સ્થિત સાઉદી એમ્બેસીમાં પત્રકાર જમાલ ખાશોજ્જીની હત્યા કરવામાં આવી છે. જમાલે ડરના કારણે દેશ છોડી દીધો અને તે અમેરિકામાં રહેતા હતા. તુર્કીની પોલીસે કહ્યું કે, આ પત્રકારને ટોર્ચર કરવામાં આવ્યો અને પછી તેની હત્યા કરી દેવામાં આવી, ત્યારબાદ તેના શબના ટૂકડા કરવામાં આવ્યા. પોલીસ તરફથી હજુ સુધી કોઇ પુરાવા રજૂ કરવામાં નથી આવ્યા. વળી, સાઉદી અરેબિયાએ આ આરોપોને ખોટાં ગણાવ્યા છે.

પોલીસ રિપોર્ટ અનુસાર, જમાલ અપોઇન્ટમેન્ટ મળ્યા બાદ અમુક કાગળો લેવા માટે મંગળવારે ઇસ્તાનબુલમાં સાઉદી અરેબિયાની એમ્બેસી ગયા હતા. એ પછી જમાલ વિશે કોઇ માહિતી ન હતી. બીજી તરફ, તેમની ગર્લફ્રેન્ડ એમ્બેસીની બહાર તેમની રાહ જોઇ રહી હતી. ૫૯ વર્ષીય જમાલ અમેરિકામાં રહીને વોશિંગ્ટન પોસ્ટ માટે લખતા હતા. એમ્બેસીમાં તેમના ડિવોર્સને સંબંધિત કાગળો લેવા ગયા હતા અને તેમના લગ્નની તૈયારીઓ કરી રહ્યા હતા.

Previous articleમહારાષ્ટ્રમાં હવે જેલના કેદીઓ સંબંધી સાથે વીડિયો કોલથી કરી શકશે વાતચીત
Next articleઇસનપુર મોટામાં સફાઇ-સાઇકલ રેલી યોજાઈ