અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાંથી કાઢો રાહુલ ગાંધીઃમેસેજ વાયરલ

1042

ગુજરાતમાં એમાં પણ ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતીયો પર હુમલાના બનાવો બની રહ્યા છે. જેને પગલે ગુજરાતમાંથી પરપ્રાંતીયો વતનની વાટ પકડી રહ્યા છે. તેવામાં હિન્દીમાં એક મેસેજ વાયરલ થયો છે.

સોશિયલ મીડિયા વોટ્‌સએપ પર ફરતાં મેસેજમાં રાહુલ ગાંધીને અલ્ટીમેટમ આપીને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાંથી ૧૫ ઓક્ટોબર સુધી તગેડી મૂકવા નહીં આવે તો ઉત્તર ભારતના દરેક રાજ્યોમાં કોંગ્રેસને આજીવન વોટ નહીં આપવાના સોગંઘ લેવાડાવવામાં આવશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં યુવા નેતા અને ઓબીસી આંદોલન ચલાવતાં તેમજ ઠાકોર સેનાના સર્વેસર્વા છે અલ્પેશ ઠાકોર. તેઓ પાટણ જિલ્લાના રાધનપુર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય છે. કોંગ્રેંસે તેમને રાષ્ટ્રીય મહામંત્રી છે. સાથે જ કોંગ્રેસે થોડા મહિના પહેલા બિહારના સહ પ્રભારી બનાવ્યા છે.

એક જરૂરી સૂચના કે ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર હુમલાના વિષયમાં છે કે સમાચાર અને માહિતી માધ્યમથી ખબર પડી છે કે હુમલા ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ઠાકોર સેના કરી રહી છે. આ તે જ અલ્પેશ ઠાકોર છે જેને કોંગ્રેસે બિહાર કોંગ્રેસના પ્રભારી બનાવ્યા છે. એ તો તેને બિહાર કોંગ્રેસના પ્રભારી બનાવાયા છે અને ઉપરથી તેના લોકો ગુજરાતમાં રહેતા ઉત્તર ભારતીયો પર હુમલા કરી રહ્યા છે. આમાં કોંગ્રેસની બેવડી નીતિ દેખાઈ રહી છે. જ્યારે પોલીસે કડકાઈ બતાવી અને ૩૦૦ લોકો વિરૂધ્ધ કેસ કર્યા તો આ અલ્પેશ ઠાકોર તે હુમલો કરનારના બચાવમાં ઊભો થઈ ગયો છે અને ગુજરાત સરકારને ૭૨ કલાકમાં બધાને મુક્ત કરવા કહી રહ્યો છે. આ સંદેશને વધારેને વધારે શેર કરો જેથી રાહુલ ગાંધી અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાંથી હાંકી કાઢે.

અમે ઉત્તર ભારતીયો જેમાં ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડના લોકો પોતાના લોકો જે ગુજરાતમાં વસ્યા છે કે કામ કરી રહ્યા છે. અમને તેમની સુરક્ષાની ચિંતા છે જેથી અમે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ૧૫ ઓક્ટોબર સુધીનો સમય આપી રહ્યા છીએ. જો રાહુલ ગાંધી અલ્પેશને કોંગ્રેસમાંથી નહીં નીકાળે તો ૧૫ ઓક્ટોબર બાદ ઉત્તર ભારતના બધા રાજ્યોમાં કોંગ્રેસને આજીવન ક્યારેય વોટ નહીં આપવા સોગંધ આપવાનું શરૂ કરવામાં આવશે.

આ સંદેશને ૧૫ ઓક્ટોબર સુધી ઓછામાં ઓછા ૪૦ કરોડ લોકો સુધી પહોંચાડવો છે. જેનાથી સૌને નિવેદન છે કે આ મેસેજને વધારેને વધારે શેર કરો.

Previous articleઇસનપુર મોટામાં સફાઇ-સાઇકલ રેલી યોજાઈ
Next articleપરપ્રાંતીયને ગુજરાત છોડવાની ધમકી આપનાર તાલુકા પંચાયત સભ્યની ધરપકડ