ટીપી સ્કીમ અને ખાલી પ્લોટો મુદ્દે સભ્યોની બે ધડક રજુઆતો

879

ભાવનગર મહાનગર પાલિકા સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ચેરમેન યુવરાજસિંહ ગોહિલના અધ્યક્ષ પદે મળેલ આ બેઠકમાં એક ઠરાવ સિવાય ર૭ ઠવરાો સર્વાનુમતે પાસ કર્યા હતા, આ ઉપરાંત બે ઠરાવો રસ્તાઓને લગતા હતા તે અધ્યક્ષ પદેથી પસાર કરી દેવાયા હતા.

ચૌહાણે કારોબારી બેઠકમાં ચર્ચા કરતા એવી ટકોર કરી કે, વહીવટી તંત્ર સામે આપણે લગામ રાખવી પડશે. બેઠકમાં ટીપી સ્કીમના પ્લોટ જમીન મુદ્દે સભ્યોએ ઠીક-ઠીક ચર્ચા કરી હતી. માલિકીના પ્લોટ અને ટીપીના મદ્દે કેટલાંક પ્રશ્નો ઉભા થયા હતા.

ધીરૂભાઈ ધામેલીયાએ ચર્ચા કરી કે, કાળીયાબીડના કેટલા ખુલ્લા પ્લોટ, તેમણે કંસારાના કાંઠાનો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો. પીરછલ્લાનો પ્રશ્ન ચૌહાણે ઉઠાવ્યો હતો. ચૌહાણે એવો પણ પ્રશ્ન રજુ કર્યો દબાણો હટાવવાનું કેમ બંધ કર્યુ, હટાવવુ જોેવે તેમ હું માનુ છું તેમાં પણ પાયોરીટી હોવી જોવે અમે બોલીએ તેની અસર ન થવાની હોય તો બોલવાનું બંધ કરીએ.

કોર્પોરેશનની પ્લોટમાં કોઈ ગડી જાય એને કાઢો એવો ખુદ ચેરમેન યુવરાજસિંહ સુર વ્યકત કર્યો હતો, ઉભા કંસારામાં પણ વાળવા લાગ્યા છે, તેવી ફરીયાદો મારી પાસે આવી છે. આપણે કોર્પોરેશનનું કાંઈ પણ કામ કરીએ તેનો હેતુબર આવો જોવે તેવી વાત અભયસિંહ ચૌહાણે કરી હતી. સભ્યોના વિવિધ પ્રશ્નોની ચર્ચામાં રાજુભાઈ પંડયાએ એવી વાત કરી કે, હું ત્રણ કમિટીથી માર્કીગ કરૂ છું, અધીકારીઓ માહિતી લાવતા નથી. ટીપી સ્કીમ ખુલ્લા પ્લોટોની ચર્ચા ઠીક-ઠીક થવા પામી તેમાં વચ્ચે નાય.કમિશ્નર ગોવાણીએ એવી વાત કરી કે, રસ્તો ખુલ્લો હોય તો તે ખુલ્લો જ રાખવો જોેવે, બંધ રસ્તાઓ ના જવા રૂપે તેમણે આવી વિગત જણાવી હતી. તંત્રે એવો જવાબ કર્યો કે, દબાણ તળેના કામમાં છ લાખ ઉપરાંતની જમીન ખુલી કરાવી છે.

જતુંનાશક દવા આટલી મોટી રકમે ખરીદવાના મુદ્દે ધીરૂભાઈ ધામેલીયાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો તંત્ર જવાબ કર્યો કે, ચુનો વાપરતા ધામેલીયાએ ઉલ્ટ તપાસ કરતા ચુનો અતયાર સુધી શું કામ વાપરતા. કુમાર શાહે દિવાલ પર સુત્રો લખાય રહ્યા છે, તેના કામના ભાવો માગ્યા છે.તંત્રે ના કહેતા કુમારે કિધુ કે, આ સુત્રો વોટર કલરથી લખાય રહ્યા છે અધિકારીએ કિધુ હું જોઈ લેશે. સોલીડ વેસ્ટ દ્વારા મોંઘા ભાવે ખશીદવાના ત્રણ સ્વીપર મશીન મુદ્દે ધીરૂભાઈ ધામેલીયા, અભયસિંહ ચૌહાણે અને અનય સભ્યોએ વિગતે ચર્ચા કરતા આવા ત્રણ મશીનો ખરીદવાનો પ્રશ્ન પડતો મુકાયો હતો, તેમાં ટેસ્ટીંગ માટે એક લેવાની વાત પંરતુ આ મશીન કેવી રીતે કામ કરશે તે જોવો પછી આવા સ્વીપર મશીન માટે મોટી રકમો ખર્ચો અને સભ્યોની ચર્ચાને અંતે નિર્ણય મોફુક રહ્યો હતો. તેમાં આવુ મશીન અનય શહેરમાં કેવુ કામ કરે છે તે જોવા કમિટી સભ્યોએ જવાની પણ માંગણી કરતા હવે અન્ય શહેરોની મુલાકાતે સભ્યો જશે.

ધીરૂભાઈ ધામેલીયાએ ડ્રેનેજ માટે કેમ આવુ મશીન લેવાતુ નથી તે પણ  પત્રો લખ્યા છે. કેટલાંક સભ્યોએ ૩ સ્વીપર મશીનને બદલે પ્રયોગ રૂપે એક લેવાની વાત કરી હતી. અભયસિંહ ચૌહાણે વાહનોની કેવી રીતે વપરાશ થાય કે કોણ કોણ વાહનો વાપરે છે, તેની ચકાસણી કરી હતી અને વિગતે માહિતી માંગી હતી. કેટલાંક સભ્યોએ સોલીડ વેસ્ટ ૧૦ કરોડનો ખર્ચ કરવા જાય છે, તે કાર્યોની વિગતે અહેવાલ સભ્યોને દેવાની માંગ પણ હતી. સોલીડ વેસ્ટના પ્રશ્ન ઠીક સમય સુધી ચાલ્યો હતો. સ્વીપર મશીન માટે વર્ક ઓર્ડર ન દેવાની પણ ચર્ચા થઈ. અભયસિંહ ચૌહાણે સ્વીપર મશીન બંધની વાત પણ કરી. અનિલભાઈ ત્રિવેદીએ એવી ચર્ચા કરી કે, જે વિભાગના કર્મચારીઓની નબળી કામગીરી જણાય તેના પગાર કાપો, આ વાતે પણ ચર્ચા ઉભી કરી હતી.

પ્રશ્નોની ચર્ચા માટે સભ્યો મારી ચેમ્બરે આવતા રહે – ચેરમેન

સભ્યોએ વહિવટી તંત્ર સામે બેધડક રજુઆત કરતા ખુદ ચેરમેન યુવરાજસિંહે સભ્યોએ એવી ટકોર કરી કે, પંદર-પંદર દિવસે તમે મારી ચેમ્બરમાં આવતા રહો અને ત્યાં ચર્ચા કરીએ આમ સભ્યો કમિટીમાં બોલે તે તો બરાબર છે પણ ચેરમેન ચેમ્બરે પણ રજુઆત કરવા સભ્યોને આમંત્રણ દિધુ હતુ.

Previous articleનવરાત્રી સંદર્ભે રાજુલામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ
Next articleરાજુલા શહેર ભાજપની કારોબારી બેઠક યોજાઈ