અક્ષરવાડી ખાતે પ્રાપ્તી દિન ઉજવાયો

1045

આજે અક્ષરવાડી પ્રાપ્ત દિન ઉજવાયો. ભગવાન અને સંત મળ્યા એ જો મોટી પ્રાપ્તિ સમજે તો માણસ ધન્ય થઈ જાય અને એ તો પરમ ચિંતામણી છે. તે ખ્યાલ તો અગાઉ ભકતો થઈ ગયા તેના આનંદ ઉપરથી ખ્યાલ આવી શકે દાતઃ નરસિંહ મહેતા, મીરાબાઈ, તુલસીદાસ, સંત તુકારામ ભગવાન સ્વામિનારાયણના સયમમાં જીવુબા, લાડુબા, જમકુબા, મહારાણી કુશળકુવબા, અગતરાઈના ખેડુત પર્વતભાઈ, શીવલાલ શેઠ, સાગ્રામ દેવીપુજક, અલૈયા ખાચર કે જેમણે બે હજારનો તો સત્સંગી બનાવ્યા આવા તો અસંખ્યા ભકતો છે જેમણે ભગવાનને સાચી રીતે સમજી તેનો દ્રઢ નિશ્ચય કરી લીધો જેઓને દુનિયાના પદાર્થ તુચ્છ લાગ્યા. સ્વામી ચીનમયાનંદ કહેતમાં બ્રહ્મચર્યનું યાથર્થ પાલન કરનાર કોઈ સાધુ ભારતમાં જો કોઈ હોય તો તે પ્રમુખસ્વામી છે, પુર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ કહેત કે પ્રમુખસ્વામી મહારા આખરી ગુરૂ છે, બાબા રામદેવ કહે છે કે પ્રમુખસ્વામી મહારા આધ્યાત્મિક ગુરૂ છે. આવી અને ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે. તેમા કોઈ વિધ્ન આવવા દેવું નહિ નહિતરએ પ્રાપ્તિનો આનંદ કયારે ચાલ્યો જાય અને અશાંતિના રસ્તે ચડી જવાય. આમા વિઘ્ન હઠ, માન, ઈર્ષા, કપટ, કામ, ક્રોધ, લોભ, મોહ જેવા દુશ્મનનો જો આવી જાય તો ભગવાનની સ્તુતિ કરતો હોય તો નીંદા કરવા મંડે અને બીજા અનેકને આવા સદમાર્ગથી પાડી દે છે. આથી ભગવાનના નિશ્ચયમાં કોઈ કાળે ફેર પડવા દેવો નહિ.

પૂ. ધર્મસેતુસ્વામીએ પ્રાપ્તિ સમજવી જરૂર કેમ ? પ્રાપ્તિ સમજવી કેવી રીતે તે સમજાવ્યું હતું. પૂ. આત્મસ્વરૂપ સ્વામીએ પૂ. મહંતસ્વામી મહારાજનું ઐશ્વર્ય અને ગુણો ઉપર પ્રવચન કર્યું હતું. પૂ. ધર્મસેતુસ્વામીએ સૌથી સરળ ઉપાય વચનમાં વિશ્વાસ પર વકતવ્ય આપ્યું હતું. યુવકો દ્વારા વિવીધ સંવાદ પૂ. મહંતસ્વામી સાથે પ્રશ્ન અને આશીર્વાદનું આયોજન કર્યું હતું.

આજે સવારે પૂ. મહંતસ્વામી સ્વાસ્થય સારૂં રહે અને તેમનો રાજીપો પ્રાપ્ત થાય તે માટે કુંઢડાથી ૭૦ કી.મી. ઈશ્વરભાઈ મોનજીભાઈ ઉધાડા પગે તથા જસપરા માંડવાથી ૪૪ કી.મી. પદયાત્રા દ્વારા પ પુરૂષો ૮ મહિલાઓ ચાલીને દર્શને આવ્યા હતાં. પૂ. મહંતસ્વામીએ દ્રષ્ટી દ્વારા આશીર્વાદ આપ્યા હતાં.

આજે પૂ.ે મહંતસ્વામી મહારાજે આશીર્વચન આપતા ભગવાન સ્વામિનારાયણનું વચતનામૃત અત્ય પ્રકરણું પાચમું સમજાવતા જણાવ્યું કે તમે ગમે તેટલા ગ્રંથો વાંચ્યા હોય તો પણ સંતની સેવાના પ્રસંગથી, ભગવાન સાથે ઓતપ્રોત થઈ સેવા કરવાથી તેનું ફળ ઉત્તમ છે. ભગવાનનો પરીપકવ નિશ્ચય હોય કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા ટાળી દીધા હોય એવો એક હરીભક્ત છે. અને બીજો નિશ્ચયવાળો તો છે એણે પણ તમામ દુર્ગુણોનો ત્યાગ ન કર્યો હોય પણ જો ભગવાનમાં પહેલી હરીભકતને ભગવાન વિષે ગૌણપણું આવે તો તેનો નંબર બીજો અને બીજો ગૌણપણું રાખતો નથી. તો તે પહેલો નંબરવાળો કહેવાય. આમ ભગવાનના નિશ્ચયમાં ગૌણપણું આવવા દેવું નહિ તેવી વાત સમજાવી આવતીકાલે છાત્રાલય દિન સાંજે પ થી ૮ દરમ્યાન ઉજવવામાં આવશે તથા પરમ પૂજય મહંતસ્વામી મહારાજની પ્રાંત પુજા સવારે પ-૧પ થી ૭-૧પ રહેશે.

Previous articleપસવી ગામ નજીક ટેમ્પાની ગુંલાટ થતાં ૧ર શ્રમીકોને ઈજા
Next articleનોરતા પર્વની તૈયારીઓને અપાઈ રહેલ આખરીઓપ