સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ થતાં 9નાં મોત, 13 કર્મી ઘાયલ

854

છત્તીસગઢના ભિલાઇ સ્થિત સેલના ભિલાઇ સ્ટીલ પ્લાન્ટમાં મંગળવારે મોટી દુર્ઘટન થઇ છે. સંયંત્રના કોક ઓવનની બેટરી ક્રમાંક-11માં મેઇન્ટેનન્સ દરમિયાન આ ઘટના થઇ છે. જાણકારી પ્રમાણે ગેસ પાઇપ લાઇનમાં આગ લાગવાથી આ બ્લાસ્ટ થયો છે. મળતી જાણકારી પ્રમાણે ગેસ પાઇપ લાઇનમાં આગ લાગવાથી બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટમાં 13 કર્મચારી ઘાયલ થયા છે. જ્યારે નવ લોકોના મોતની ખબર છે. ઈજાગ્રસ્તોની સારવાર થઇ રહી છે. રાહત દળો અને ફાઇ. ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા છે. ઘાયલોની તત્કાળ સારવારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ભિલાઇ હોસ્પિટલ સંયંત્રના જનસંપર્ક વિભાગ સાથે ન્યૂઝ 18એ ઘટનાની પુષ્ટિ કરી છે. પરંતુ વિભાગ પ્રમાણે ઘાયલોની સંખ્યા અને હાલત અંગે હાલ કોઇ સ્થિતિ સ્પષ્ટ નથી. રાહત દળ ઘટના સ્થળે પહોંચી ગયુ છે. સંયંત્રમાં સક્રિય ટ્રેડ યુનિયન સીટુના અધ્યક્ષ એસપી ડેએ જણાવ્યું છે કે, ‘યુનિયનના પદાધિકારી તથા કાર્યકર્તા મળીને લોકોને રાહત આપવાનું કામ કરી રહ્યાં છે. ઇજાગ્રસ્તોને સંયંત્રના મુખ્ય ચિકિત્સાલય સેક્ટર-9 હોસ્પિટસલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યાં છે. આ ઘટના સવારે આશરે 11 કલાકે બની હતી. બ્લાસ્ટ પછી પાઇપ લાઇનમાં આગ લાગી ગઇ હતી, જેમાં કર્મચારીઓ દાઝ્યાં છે.’

કોક ઓવનમાં ગેસ સપ્લાઇ કરનારી પાઇપમાં બે વિસ્ફોટ થયા છે. જો કે અત્યાર સુધી વિસ્ફોટ કયા કારણોને લીધે થઇ છે તેનો ખુલાસો નથી થયો. આ ઘટનાની જાણકારી થતા જ પ્લાન્ટના આલા અધિકારી તથા પોલીસ અધિકારી ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. આ સાથે ત્યાં ફસાયેલા કર્મચારીઓના પરિજનો પણ ત્યાં હાજર રહ્યાં હતાં. જેના કરાણે સીઆઈએફએસ જવાનોની સંખ્યા પણ હોસ્પિટલ પરિસરમાં વધારી દેવામાં આવી છે.

Previous articleનીતિન પટેલ : આખું ગુજરાત જાણે છે કે હુમલા પાછળ કયા ધારાસભ્યનો હાથ છે.
Next articleઅલ્પેશ ઠાકોરની આંખમાં આંસૂ આવી ગયા