૧૨મીએ ઘોઘા-દહેજ ફેરી સર્વીસનું યોજાનાર લોકાર્પણ હાલ મોકુફ રખાયુ

886

ઘોઘા-દહેજ ફેરી સર્વીસનું લોકાર્પણ સ્થગિત રાખવાની સરકારને ફરજ પડી છે. સંપૂર્ણ સેવા સાથે સંકળાયેલ વિશ્વાસ પાત્ર સુત્રોના જણાવ્યા અનુસાર આજથી બે દિવસ પૂર્વે દક્ષિણ ગુજરાતના દહેજ ખાતે આવેલ રો-રો ફેરી સર્વીસનું પોન્ટુન સમુદ્રમાં ફીટ કરવામાં આવેલ પોન્ટુન દરિયામાં આવેલ હાઈ ટાઈડ ભરતીના કારણે સોક્સ તુટતા ભંગાણ સર્જાયુ હતું આ બનાવની જાણ જીએમબીને થતા તાબડતોબ સમારકામ હાથ ધરવામાં આવ્યુ હતું. પરંતુ જબ્બર સમુદ્રી કરંટ તથા જટીલ કામગીરીના કારણે છેલ્લા ત્રણ દિવસ ૨૪ કલાક કામગીરી હાથ ધરવામાં આવી હોવા છતા રીપેરીંગ કાર્ય પૂર્ણ થઈ શક્યુ આવી હોવા છતા રીપેરીંગ કાર્ય પૂર્ણ થઈ શકયુ નથી આતી ત્રીજા નોરતે મુખ્ય મંત્રીના હસ્તે થનાર લોકાર્પણ મોકુફ રાખવાની તંત્રને ફરજ પડી છે.

સમગ્ર મુદ્દે ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા પણ પરિપત્ર જાહેર કરી સમગ્ર બાબતે ખુલાસો કરવામાં આવ્યો છે તો બીજી તરફ દહેજ મેઈન્ટન્સ ટીમના જણાવ્યા અનુસાર હાલની ક્ષતિ રીપેર થતા ઓછામાં ઓછી આઠ દિવસનો સમય લાગશે અને અન્ય પરચુરણ કાર્યો પૂર્ણ કરતા લગભગ ૧૫ દિવસ જેવો સમય લાગી શકે છે હાલ ૨૦૦ જેટલા વ્યક્તિઓ દ્વારા કાર્ય હાથ ધરવામાં આવ્યુ છે. આ બાબતેને લઈને કેન્દ્રીય શિપીંગ આવ્યુ છે. આ બાબતને લઈને કેન્દ્રીય શિપીંગ મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈભાઈ મોદી દ્વારા રાજય સરાકરને સુચનાઓ આપવા સાથે વહેલી તકે સેવા શરૂ કરવા આદેશો કરતા ભાવનગર સહિત રાજ્યભરના પોર્ટ ઓફીસરો જીએણબીના અધિકારીઓ તથા મુંબઈ અને ચેન્નાઈથી હવાઈ માર્ગે ટેકનીશય્નોની ખાસ ટીમ બોલાવવામાં આવી છે આ પરિસ્થિતીને ધ્યાને લેતા અને સુત્રોના અનુમાન મુજબ સરકારની ગણતરી મુજબ દિવાળીના ટાણએ ફેરી સર્વિસ સેવા શરૂ કરવી મુસ્કેલ છે. આથી દિવાળી બેસતા વર્ષ અથવા લાભ પાંચમના સમય ગાળા દરમિયાન સેવા શરૂ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

Previous articleસ્વામિનારાયણ છાત્રાલયોમાં વિદ્યાર્થીઓને સહજાનંદી સંસ્કાર સાથે ઉચ્ચ જીવન ઘડતરના પાઠ શિખવાડાય છે
Next articleસુરક્ષા રંગતાળી મહોત્સવ ૨૦૧૮નું પોલીસ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન