ટોક્યો ઓલિમ્પિકઃ આઈઓસીએ શરણાર્થીઓની ટીમ માટે કરી જાહેરાત

1280

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ(આઇઓસી)એ ૨૦૨૦માં યોજનારા ટોક્યો ઓલિમ્પિકમાં શરણાર્થીઓ માટે એક ઓલિમ્પિક ટીમની રચના કરવાની ઘોષણા કરી છે. મીડિયાના રિપોટ્‌ર્સ મુજબ, આઇઓસીના અધ્યક્ષ થોમસ બાકે ૧૩૩માં આઇઓસી સત્રમાં આ અંગેની ઘોષણા કરી હતી. બાકે જણાવ્યું કે, ગત રિયો ઓલિમ્પિકમાં અમે ઘણા દબાણમાં હતા. હવે અમારી પાસે ૨ વર્ષે છે. અમે પહેલાથી જ સાવધાની રાખવાની શરૂ કરી દીધી છે અને અમારી પાસે એથ્લીટોનો એક સમૂહ છે. અમે પહેલાથી જ ૫૧ અથવા ૫૨ શરણાર્થીઓનું સમર્થન કરીએ છીએ, જેને અમે ઓળખીએ છીએ. ટોક્યો ઓલિમ્પિકમાં આ સમૂહમાં વધારો થઇ શકે છે. આઇઓસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શરણાર્થીઓની ટીમની રચના સાથે સમિતિએ લાખો શરણાર્થીઓ અને વિસ્થાપિત એથ્લીટોને એક થવાનો સંદેશ અપવામાં આવ્યો છે. બાકે જણાવ્યું કે, અમને ઓલિમ્પિક રમતો માટે શરણાર્થીઓની ટીમની જરૂર છે. અને શરણાર્થી એથ્લીટોનું સારી રીતે સ્વાગત કરીશું અને ઘર ટોક્યો ઓલિમ્પિકમાં ઘર જેવો માહોલ પુરો પાડીશું.

રીયો ડી જેનેરીયોમાં પણ શરણાર્થીઓની ટીમનું નિર્માણ કરાયું હતું. જેમાં ઇથિયોપિયા, દક્ષિણ સુદાન, સીરિયા અને કોન્ગોના શરણાર્થી એથ્લીટ સામેલ હતા.

 

Previous articleસંજય દત્તે “રૂપા અને આનંદ પંડિત-ઈએમઈ સેંટર ફોર ફિલ્મ પ્રોડક્શન મેનેજમેન્ટમાં વિદ્યાર્થીઓ સાથે કરી મુલાકાત!
Next articleવિરાટ કોહલી અને ટીમે વિદેશ પ્રવાસમાં પુરતી પ્રેક્ટિસ મેચ રમવી જોઈએ : દ્રવિડ